નેશનલ
Rajyasabha Elections: કર્ણાટકમાં કૉંગ્રેસના ત્રણ, ભાજપ અને જેડીએસના એક-એક ઉમેદવાર જીત્યા
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કર્ણાટકથી કૉંગ્રેસ માટે ખુશખબર આવી રહ્યા છે. કર્ણાટકના કૉંગ્રેસના ત્રણે ત્રણ ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. ભાજપ ઉપરાંત જેડીએસના પણ એક-એક ઉમેદવારો જીત્યા હતા.
ભાજપના એક વિધાનસભ્યએ ક્રોસ વોટીંગ પણ કરી હતી જ્યારે અન્ય એક વિધાનસભ્યએ મતદાનમાં ભાગ લીધો નહોતો. બીજી બાજુ અપક્ષ વિધાનસભ્યોએ કૉંગ્રેસના સમર્થનમાં વોટીંગ કર્યું હતું.
અજય માકન, નાસિર હુસૈન અને જી.સી.ચંદ્રશેખર, કૉંગ્રેસના આ ત્રણ વિજયી થયા હતા. જ્યારે ભાજપના નારાયણ ભાંડાગે અને જેડીએસના કુપેન્દ્ર રેડ્ડીએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી અને સાંસદ બન્યા હતા. ભાજપના વિધાનસભ્ય એમ.ટી.શેકરે ક્રોસ વોટીંગ કરી હતી અને પોતાના પક્ષ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
Taboola Feed