સરકારે રાજૌરીમાં ફોરેસ્ટ ગાર્ડને આપ્યા હથિયાર હવે તેઓ પણ આતંકીઓનો…
રાજૌરી: જંગલોમાં સળતાથી છુપાઈ શકાતું હોવાથી આંતકવાદીઓ હુમલાઓ કરીને કે પછી ચોરો ચોરી બાદ જંગલોમાં ભાગી જાય છે. અને તેના કારણે તેમને પોલીસ પણ શોધી શકતી નથી. કારણકે તેઓ રોજે રોજ જંગલોમાં ફરતા હોય આથી તેઓ જંગલોનો ખૂણો કુનો જાણતા હોય છે અને પોલીસને જંગલ વિશે ખાસ કોઈ માહિતી હોતી નથી. અને તેના કારણે જંગલોમાં દાણચોરી અને આતંકવાદી ઘટનાઓમાં ઘણો વધારો જોવા મળે છે. આવી ઘટનાઓ વધવાના કારણે સરકારે ફોરેસ્ટ પ્રોડક્શન ફોર્સ (FPF)ને પણ હથિયારો આપવાનું નક્કી કર્યું છે. કારણકે વનરક્ષકોને પણ જંગલ વિશે ઘણી માહિતી હોય છે આથી આરોપીઓ અને આતંકવાદીઓને પકડવામાં તેઓ મહત્વનો ભાગ ભજવી શકે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજૌરીમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી ઘટનાઓ વધી છે. જેના કારણે જંગલોની સુરક્ષાને અસર થઈ રહી હતી. હાલમાં જ સરકારે ફોરેસ્ટ પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓને હથિયારો આપ્યા છે. અગાઉ ફોર્સ પાસે હથિયાર નહોતા. હવે તેઓ હથિયારો સાથે જંગલોમાં પેટ્રોલિંગ કરી શકે છે. વન્યરક્ષકો પાસે જંગલ વિસ્તારોનું વધુ જ્ઞાન છે. જેથી તેઓ કોઈપણ આરોપીનો પીછો સરળતાથી કરી શકે છે.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ હશે તો અમે તેનો પણ સામનો કરી શકીશું. સૈનિકો વન્યજીવ વિભાગ, વન વિભાગ, ભૂમિ સંરક્ષણ અને સામાજિક વનીકરણ વિભાગને પણ મદદ કરી શકે છે.