નેશનલ

રાજનાથ સિંહનો ચીનને જવાબ, ‘અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે’

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાનો મુદ્દો ગાંજ્યો છે, આ મામલે દે,શના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે મંગળવારે ચીનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે ચીનને સવાલ કર્યો હતો કે શું આ જ રીતે ભારતનું નામ બદલવાથી પાડોશી દેશના વિસ્તારો ભારતનો ભાગ બની જશે? અરુણાચલ પ્રદેશ પૂર્વ મતવિસ્તારમાં નામસાઈમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ઉત્તર-પૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના પગલાથી જમીની વાસ્તવિકતા બદલાશે નહીં.

રાજનાથ સિંહે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, હું ચીનને પૂછવા માંગુ છું કે જો આપણે પાડોશી દેશના વિવિધ રાજ્યોના નામ બદલીએ તો શું તે આપણા પ્રદેશનો ભાગ બની જશે? આવી પ્રવૃતિઓને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધો બગડશે. મિડિયા અહેવાલ અનુસાર, સંરક્ષણ મંત્રીએ કહ્યું, “અમે અમારા તમામ પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ. પરંતુ જો કોઈ આપણા સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે.”

ભારતે ચીનના આ પગલાને મૂર્ખામીભર્યું ગણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ મહિનાની શરૂઆતમાં ભારતે અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓના નામ બદલવાના ચીનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું અને તેને “મૂર્ખતાપૂર્ણ” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આમ કરવાથી વાસ્તવિકતામાં કોઈ ફેરફાર થશે નહીં. અરુણાચલ ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને હંમેશા રહેશે તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

થોડા દિવસો પહેલા, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં કહેવાતા ‘પ્રમાણભૂત’ ભૌગોલિક નામોની યાદી બહાર પાડી હતી. ચીને જે 30 સ્થળોનું નામ બદલી નાખ્યા છે તેમાં 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પર્વત માર્ગ, 11 રહેણાંક વિસ્તારો અને જમીનના એક ટુકડાનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button