ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે રાજનાથસિંહનો અમેરિકા પર આડકતરો પ્રહાર, કહ્યું ભારત ઝડપથી વિકાસ કરતો દેશ | મુંબઈ સમાચાર

ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે રાજનાથસિંહનો અમેરિકા પર આડકતરો પ્રહાર, કહ્યું ભારત ઝડપથી વિકાસ કરતો દેશ

ભોપાલ : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકા પર આડકતરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત તેજ ગતિએ વિકાસ કરી રહ્યું છે. જયારે દુનિયાને કેટલાક દેશોને આ બાબત પસંદ નથી. તે પોતાને બોસ સમજી બેઠા છે. તેમને એ ખબર નથી પડતી કે ભારત આટલો આગળ કેવી રીતે વધી રહ્યો છે. તેમજ કેટલાક લોકો એવા પ્રયાસ કરી રહ્યા છે કે ભારતના લોકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુ બીજા દેશમાં જાય તો તે મોંધી થાય જેથી દુનિયાના લોકો તેને ખરીદી ના શકે.

ભારત 24 હજાર કરોડથી વધુના મુલ્યના સંરક્ષણ સાધનોની નિકાસ કરે છે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુમાં જણાવ્યું કે ભારત આજે તેજીથી આગળ વધી રહ્યું છે. ભારત એક દિવસ દુનિયામાં શકિતશાળી રાષ્ટ્ર બનીને ઉભરશે. ભોપાલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બીઈએમએલમાં નવી રેલવે કોચ ફેક્ટરીનું ભૂમિપૂજન વખતે આ વાત કહી હતી. તેમણે કહ્યું જ્યાં સુધી સંરક્ષણ ક્ષેત્રની વાત છે ત્યાં સુધી તમને જાણીને આનંદ થશે કે ભારત 24 હજાર કરોડથી વધુના મુલ્યના સંરક્ષણ સાધનોની નિકાસ કરે છે. આ ભારતની તાકત છે અને નવા ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસ સતત વધી રહી છે.

આ પણ વાંચો: ટ્રમ્પની ટેરિફ વોર્નિંગ: આજે રાતથી 12 દેશને મળશે ચેતવણી પત્રો, ભારત પર શું થશે અસર?

ભારતે આતંકીઓને કર્મ જોઈને જવાબ આપ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આતંકીઓએ પહલગામમાં પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારી હતી. પરંતુ ભારતે તેમને કર્મ જોઈને જવાબ આપ્યો હતો. તેમણે ભોપાલમાં બીઈએમએલ રેલ હબ નેક્સ્ટજેન રોલિંગ સ્ટોક ફેક્ટરીના ભૂમિપૂજન કાર્યક્રમમાં આ બાબત જણાવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button