
લખનઉ: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે. ગઈ કાલે શનિવારે યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, આ ઉપરાંત LoC પર થોડીવાર માટે ગોળીબાર પણ કરવમાં આવ્યો હતો. ભારત પોતાની સંરક્ષણ પ્રણાલી વધુ મજબુત કરી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) આજે રવિવારે ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટી(BrahMos Aerospace Integration and Testing Facility)નું વર્ચ્યુઅલ રીતે હાજર રહીને ઉદ્ઘાટન કર્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત ઘણા નેતાઓ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે તમે જાણો છો કે હું કેમ ન આવી શક્યો.
આ પણ વાંચો: ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના 11 એરબેઝનો બોલાવી દીધો કચ્ચરઘાણ, જુઓ લિસ્ટ
દુશ્મનોને કડક સંદેશ:
રાજનાથ સિંહે કહ્યું આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તે જોતાં, મારા માટે દિલ્હીમાં રહેવું મહત્વપૂર્ણ હતું. તેથી, હું તમારી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ રહ્યો છું. બ્રહ્મોસ માત્ર એક મિસાઇલ નથી, પરંતુ તે ભારતની લશ્કરી ક્ષમતા, આત્મનિર્ભરતાનું પ્રતીક છે અને આપણા દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપે છે કે આપણે દરેક મોરચે તૈયાર છીએ.
સશસ્ત્ર દળોને અભિનંદન:
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે કહ્યું હતું કે ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનો જેમણે ભારત માનાં કપાળ પર હુમલો કરીને ઘણા પરિવારોના સિંદૂર લૂછી નાખ્યા હતા, તેમને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાઠ ભણાવ્યો છે. આ માટે, આજે આખો દેશ ભારતીય સશસ્ત્ર દળોને અભિનંદન આપી રહ્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનનો ઘટસ્ફોટ: પહેલગામની આગ વચ્ચે પુલવામા હુમલામાં પણ હાથ હોવાની કબૂલાત
ત્યાં ભારતીય સૈન્યનો ગર્જના:
તેમણે કહ્યું કે ભારતીય સેનાએ હિંમત, બહાદુરી તેમજ સંયમનું દર્શાવીને અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરીને યોગ્ય જવાબ આપ્યો છે. અમે ફક્ત સરહદ નજીક આવેલા લશ્કરી મથકો સામે કાર્યવાહી કરી નહીં, પરંતુ રાવલપિંડી સુધી જ્યાં પાકિસ્તાની સૈન્યનું મુખ્ય મથક આવેલું છે ત્યાં ભારતીય સૈન્યનો ગર્જના અનુભવાઈ રહી છે.
ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ₹300 કરોડની આ ફેસિલિટી ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો મુખ્ય ભાગ છે અને આત્મનિર્ભર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે ભારતનો મક્કમ ઈરાદો દર્શાવે છે.