કોંગ્રેસનું Rajkot અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથીએ આજે બંધનું એલાન, વેપારીઓને જોડાવવા અપીલ
રાજકોટઃ રાજકોટ(Rajkot) અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસે(Congress)આજે બંધનું એલાન આપ્યુ છે. જેમાં તમામ વેપાર ધંધા બંધ રાખવા કોંગ્રેસે વેપારીઓને અપીલ કરી છે. રાજકોટ બંધના એલાન મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે નિવેદન આપ્યુ કે, રાજકોટ સંપૂર્ણ પણે બંધ પાળીને ઘટનાનો વિરોધ નોંધાવીએ. આ રાજનીતિનો નહીં પરંતુ માનવતાનો સાથ આપવાનો સમય છે. અમારી ટીમો બજારમાં નીકળશે, તોડફોડ કે વિરોધ નહીં કરીએ. અમે વેપારીઓ અને નાગરિકોને હાથ જોડીને બંધ પાળવા અપીલ કરીશું. જો કે સાથે એવી અપીલ પણ કરી છે કે જે વેપારી અડધો દિવસ બંધ ન રાખે, તેનો વીડિયો બનાવજો. બંધ ન પાળનારા પાસેથી ખરીદી કરવાનું ટાળજો.
આ મુદ્દે રાજનીતિ થાય તે યોગ્ય નથી
કોંગ્રેસના આ બંધના એલાનને બાર એસોસિશને ટેકો આપ્યો છે અને માત્ર અરજન્ટ કેસ સિવાય કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ બંધના એલાનને લઈને અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોનો મત થોડો અલગ છે. પીડિત પરિવારો કહી રહ્યા છે કે ચોક્કસથી કડક અને ઝડપી કાર્યવાહીની જરૂર છે પરંતુ આ મુદ્દે રાજનીતિ થાય તે યોગ્ય નથી.
SIT બાદ સરકારે સત્યશોધક કમિટી રચી
ગુજરાત સરકારે રાજકોટ અગ્નિ કાંડમાં રચેલી સીટ નો અહેવાલ રાજ્ય સરકારને સુપરદ થયો છે. રાજ્ય સરકાર આ અહેવાલને ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરશે. આ વચ્ચે પણ બે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સખત શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી હતી. અને કહ્યું હતું,નાના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે મોટા અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેની બાદ સરકારે એસઆઇટી બાદ ત્રણ સભ્યોની સત્યશોધક કમિટીની રચના કરી છે. જે આ સમગ્ર કેસમાં મોટા અધિકારીઓની જવાબદારીમાં નિષ્કાળજીની તપાસ કરીને સરકારને અહેવાલ સુપત્ર કરશે.