નેશનલ

TDP-BJP ગઠબંધન ફૂલ-પ્રુફ કરવા આ અભિનેતા પહોંચી ગયા દિલ્હી

લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકાર બની રહી છે. લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા દક્ષિણી અભિનેતા રજનીકાંત બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાતેથી ચેન્નાઇ પરત ફર્યા હતા. ચૂંટણીના પરિણામોના બીજા દિવસે એટલે કે બુધવારે જ તેઓ દિલ્હી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતને રાજકીય માનવામાં આવી રહી છે જેના કારણે રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. એવું માનવામાં આવે છે કે તેમને એનડીએ સરકારની રચનામાં ભૂમિકા નિભાવવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. દરમ્યાન સુપરસ્ટાર રજનીકાંતે નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત સત્તામાં આવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ભાજપને સરકાર બનાવવા માટે એનડીએના સાથી પક્ષોની જરૂર છે. ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી આમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રજનીકાંતને ભાજપ અને ટીડીપી વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે જેથી સત્તાધારી NDA ગઠબંધનને સોલિડ અને ફૂલ પ્રુફ કરવામાં મદદ મળી શકે.

Read More: PM Narendra Modiએ મંચ પર Chandrababu Naidu સાથે આ શું કર્યું? વીડિયો થયો વાઈરલ…

નાયડુ પોતાને NDAથી દૂર ન કરી દે તે માટે રજનીકાંતને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. એ વાત જાણીતી છે કે એક દિવસ પહેલા આવેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં એક પણ પક્ષને સંપૂર્ણ જનાદેશ મળ્યો નથી, પરંતુ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. NDA ગઠબંધનને બહુમતી મળી છે. આ દરમિયાન I.N.D.I.A ગઠબંધનને 234 બેઠકો મળી છે, તેથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તેઓ 16 બેઠકો જીતનાર TDP અને બાર બેઠકો જીતનાર JDUને તેની છાવણીમાં લાવી શકે છે. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે I.N.D.I.A ગઠબંધન સરકાર નહીં બનાવે.

રજનીકાંતે 2017 થી 2021 દરમિયાન તેમની પાર્ટી રજની મક્કલ મંદરામ (RMM) સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2021માં તેમણે પક્ષને વિખેરી નાખ્યો હતો અને રાજકારણમાં પાછા ન ફરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, તે છતાં પણ રાજકારણમાં તેમની ભાગીદારી રસપ્રદ રહી છે.

Read More: રાજકારણની ઉથલપાથલ વચ્ચે I.N.D.I.A. ગઠબંધનને છે ‘યોગ્ય સમયની રાહ’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંતની આગામી ફિલ્મ વેટ્ટૈયા ઓક્ટોબરમાં મોટા પડદા પર આવવાની છે. તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સિવાય લોકેશ કનાગરાજ નિર્દેશિત રજનીકાંતની ફિલ્મ ‘કુલી’નું શૂટિંગ 10 જૂનથી શરૂ થવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો