નેશનલ

Delhiની આ બેઠકએ બે બોલીવૂડ સ્ટારને મિત્રોમાંથી દુશ્મન બનાવી દીધા હતા

નવી દિલ્હીઃ લોકસભાના (Delhi Loksabha seat) છટ્ઠા તબક્કાના મતદાનમાં દિલ્હીની સાત બેઠનો પણ સમાવેશ છે, પણ આપણે વાત કરવાની છે દિલ્હીની એવી એક બેઠકની જેણે હિન્દી ફિલ્મજગતના બે સુપરસ્ટાર અને મિત્રોને એકબીજાની સામે ઊભા કર્યા હતા.

દિલ્હીની નવી દિલ્હી લોકસભા મતવિસ્તાર એ એક બેઠક છે જેનું પ્રતિનિધિત્વ મોટા રાજકારણીઓ કરે છે. જેમાં અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, સુચેતા કૃપાલાની અને કેસી પંત જેવા નેતાઓનો સમાવેશ થાય છે. પણ નેતાઓ ઉપરાંત અભિનેતાએ આ બેઠક પરથી ચૂંટણી લડી છે અને જીતી પણ છે. આ નેતા એટલે બોલીવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના.ભાજપના સ્થાપકોમાંના એક લાલ કૃષ્ણ અડવાણીએ 1991માં ગુજરાતમાં ગાંધીનગર અને દિલ્હીમાં નવી દિલ્હી એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તેમણે નવી દિલ્હી બેઠક પરથી રાજીનામું આપી ગાંધીનગર બેઠક પોતાની પાસે રાખી. આ પછી 1992માં આ સીટ પર પેટાચૂંટણી થઈ હતી.

આ ચૂંટણીમાં કૉંગ્રેસે રાજેશ ખન્ના (Rajesh Khanna) ને ટિકિટ આપી જ્યારે ભાજપે શત્રુધ્ન સિન્હાને. આ બન્ને મિત્રો એકબીજા સામે ચૂંટણી લડ્યા હતા. રાજેશ ખન્ના 1991ની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી સામે કોંગ્રેસના ઉમેદવાર પણ હતા. તેઓ અડવાણી સામે માત્ર 1589 મતોથી હારી ગયા હતા. પરંતુ જ્યારે પેટાચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તેમણે ભાજપના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હા (Shatrughna sinha) ને 27 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. રાજેશ ખન્ના આ પેટાચૂંટણી જીત્યા પરંતુ મિત્રતાના ભોગે.આ સીટ 1951માં આઝાદી પછી જ અસ્તિત્વમાં આવી હતી. આ સીટ પર કુલ 10 વિધાનસભા સીટ આવે છે. તેમાં નવી દિલ્હી, કરોલ બાગ, પટેલ નગર, મોતી નગર, દિલ્હી કેન્ટ, રાજેન્દ્ર નગર, કસ્તુરબા નગર, માલવિયા નગર, આરકે પુરમ અને ગ્રેટર કૈલાશનો સમાવેશ થાય છે.

તેની રચના થઈ ત્યારથી અત્યાર સુધી આ બેઠક માટે 19 ચૂંટણી યોજાઈ ચૂકી છે. તેમાંથી ભાજપે 10 ​​વખત આ સીટ જીતી છે જેમાંથી પ્રથમ મહિલા સુચેતા ક્રિપલાની હતી. તેઓ આ બેઠક પરથી 1952 અને 1957ની ચૂંટણી જીત્યા હતા. તેણી પ્રથમ વખત કિસાન મજદૂર પ્રજા પાર્ટીની ટિકિટ પર અને બીજી વખત કોંગ્રેસની ટિકિટ પર જીતી હતી. જ્યારે 2014 અને 2019ની ચૂંટણીમાં બીજેપીની મીનાક્ષી લેખીએ આ સીટ જીતી હતી.

આ ચૂંટણીમાં ભાજપે ફરી એક મહિલાને ટિકિટ આપી છે. તેમણે બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભારતીય ગઠબંધનમાં આ સીટ આમ આદમી પાર્ટીના ખાતામાં ગઈ છે. AAPએ માલવિયા નગરથી ધારાસભ્ય સોમનાથ ભારતીને ટિકિટ આપી છે.


1992ની ચૂંટણીની આ તસવીર પણ છે (Last pic of Rajiv Gandhi)
આ તસવીર તમે જ્યારે જોશો ત્યારે તમને તે માત્ર સોનિયા ગાંધી-રાજીવ ગાંધી અને ખન્નાનો સાદો ફોટો લાગશે, પણ આ તસવીરની તારીખ મહત્વની છે. દિલ્હીની આ લોકસભા ચૂંટણી માટે મતદાન 20 મે, 1991ના રોજ થયું હતું. આ દિવસે રાજીવ પત્ની સાથે મતદાન માટે આવ્યા હતા અને આ તસવીર ખેંચવામાં આવી હતી, પરંતુ તેના બીજા દિવસે જ તમિળનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન રાજીવ ગાંધી એક ષડયંત્રનો ભોગ બન્યા અને તેમની હત્યા થઈ. આ રીતે આ તસવીર તેમની દિલ્હી ખાતેની અને લગભગ સોનિયા ગાંધી સાથેની છેલ્લી તસવીરોમાંની એક છે, તેમ માનવામાં આવે છે. તસવીર જ્યારે પાડવામાં આવે ત્યારે તો તે માત્ર એક સંભારણું હોય છે, પરંતુ ત્યારબાદ બનતી ઘટનાઓ તેની પાછળ વાર્તા અને ભાવનાઓ જોડી દે છે.Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી