નેશનલ

પ્રસવ પીડામાં કણસતી મહિલાએ હોસ્પિટલના ગેટ પર જ બાળકને જન્મ આપ્યો, દાખલ નહીં કરનારા ડોક્ટરો સસ્પેન્ડ

જયપુર: ડોકટરોને ધરતી પરના ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં ભગવાનનું માથું પણ શરમથી ઝૂકી જાય. પ્રસવ પીડામાં કણસતી એક ગર્ભવતી મહિલાને જ્યારે ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ કરવાની મનાઈ કરી તો હોસ્પિટલમાં ગેટ પાસે જ બાળકને જન્મ આપી દીધો (Woman gave birth at hospital’s gate). જો કે પોતાના આવા વ્યવહારને લઈને જવાબદાર ત્રણ ડોકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ આવી ઘટનાઓ સરકારી દ્વારા આરોગ્યને લઈને કરાતી મોટી ગુલબાંગો પરથી પડદો હટાવી દે છે.

આ ઘટના રાજસ્થાનના જયપુરની છે. સત્તાવાર માહિતી અનુસાર, તબીબી શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ, શુભ્ર સિંહે જણાવ્યું હતું કે, મામલો પ્રકાશમાં આવ્યા પછી, વિભાગે તાત્કાલિક અસરથી એક તપાસ સમિતિની રચના કરી હતી અને સમિતિના અહેવાલ પર કાર્યવાહી કરીને, કણવટિયા હોસ્પિટલના (Kanwatia hospital Jaipur) ત્રણ નિવાસી ડૉક્ટરો – કુસુમ સૈની, નેહા. રાજાવત અને મનોજને ગંભીર બેદરકારી અને અસંવેદનશીલતાને કારણે ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, આ મામલે સુપરવાઇઝરી બેદરકારી બદલ કણવટિયા હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજેન્દ્ર સિંહ તંવરને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી.

બુધવારે આ ઘટના ત્યારે બની જ્યારે ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રસૂતિ માટે દાખલ ન થયા બાદ બહાર જતી વખતે મહિલાને પ્રસૂતિ થઈ હતી અને તેને હોસ્પિટલના ગેટ પાસે જન્મ આપવાની ફરજ પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button