નેશનલ

30 વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કરી ચુકેલા 45 પરિવાર ફરી બન્યા હિન્દુ, ચર્ચના સ્થાને બનાવ્યું મંદિર…

બાંસવાડાઃ મધ્ય પ્રદેશમાં એક બાજુ મોહન સરકાર જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર ફાંસીનો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે, જ્યારે બીજી તરફ મધ્ય પ્રદેશને અડીને આવેલા રાજસ્થાનના એક ગામમાં લોકોએ ખ્રિસ્તીમાંથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. ગાંગડ તલાઈ પંચાયત સમિતિ અંતર્ગત આવતા આ ગામનું નામ સોઢલા દૂદા છે.

Also read : કોણ છે એ 6 મહિલાઓ? કે જેણે સંભાળી PM મોદીનાં સોશિયલ મીડિયાની કમાન

આ ગામમાં 30 વર્ષ પહેલા આશરે 40-45 હિન્દુ પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. જેમાંના એક વ્યક્તિ તેમના પરિવારની સારવાર માટે ખ્રિસ્તી સમુદાય દ્વારા પૈસાની લાલાચ આપવામાં આવ્યા બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું. આ વ્યક્તિ અને તેમના પરિવાર સહિત લગભગ 45-45 પરિવારોએ ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

આ યુવકે કહ્યું, પહેલા તે ખ્રિસ્તી હતો પરંતુ હવે પોતાની મરજીથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. ખ્રિસ્તી સમુદાયે પૈસાની લાલચ આપી હતી અને ચર્ચ બનાવવા માટે ગુજરાતના દાહોદથી ખ્રિસ્તી પરિવાર અહીંયા આવ્યો હતો. આ યુવકે હવે તેના ગામમાં ભૈરવ ધામ બનાવવાનો નિર્ણય કર્યો છે. મંદિરમાં હિન્દુ રીત રિવાજ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

Also read : દિયર-ભાભીએ રીલ બનાવવા એવું ગતકડું કર્યું કે પોતે તો દાઝ્યા, પણ આખી બિલ્ડિંગમાં આગ લાગી…

આ નિર્ણય પ્રયાગરાજમાં સંપન્ન થયેલા મહાકુંભથી પ્રભાવિત થઈને લેવામાં આવ્યો છે. ચર્ચમાં પાદરીનું કામ કરતાં યુવકે કહ્યું, હિન્દુ ધર્મમાં વાપસી કરવાથી ખુબ ખુશ છું. ગામના લોકોએ વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. હવે ફરીથી હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ગામમાં આવેલા ચર્ચને મંદિરનું રૂપ આપી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button