નેશનલ

રાજસ્થાનમાં ચાલશે ગેહલોતનો જાદૂ કે પછી દેખાશે મોદી મેજીક? જાણો શું કહે છે સર્વે

મુંબઇ: આ વર્ષના અંતમાં રાજસ્તાન વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે તમામ પક્ષોએ કમર કસી છે. અને બધા જ તાકાત લગાવી કામ કરી રહ્યાં છે. ત્યારે હવે રાજસ્થાનની વિધાન સભા ચૂંટણી અંગે થયેલ સર્વેના પરિણામો આવ્યા છે. આ સર્વેના પરિણામો મુજબ કોંગ્રેસને રાહત થાય તેવા સમાચાર છે.

આ સર્વે મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ ફરી એકવાર સરકાર બનાવી શકે છે. જોકે આ સર્વેમાં ભાજપ માટે પણ બે સારા સમાચાર છે.

રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી પહેલાં મતદારોનો એક સર્વે થયો છે. જેમાં 6750 લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ સર્વે મુજબ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 200માંથી 101 બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે ભાજપને 93 બેઠકો પર જીતી શકે છે. સર્વે મુજબ કોંગ્રેસને 97થી 105 બેઠકો જ્યારે ભાજપને 89થી 97 બેઠકો મળી શકે છે.


આ સર્વે અંતર્ગત રાજસ્થાનના લોકોને તેમનો લોકપ્રિય નેતા કોણ? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યના 38 ટકા લોકોએ અશોક ગેહલોતનું નામ કહ્યું હતું. જ્યારે 26 ટકા લોકોએ ભાજપના નેતા વસુંધરા રાજેનું નામ આગળ કર્યું હતું. ઉપરાંત સચીન પાયલેટને રાજ્યના 25 ટકા લોકએ પસંદ કર્યા હતાં. જ્યારે 48 ટકા લોકોએ મુખ્ય પ્રધાન ગેહલોતના કામની પ્રશંસા કરી હતી.


આ સર્વે મુજબ ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં કુલ 40 ટકા વોટ મળી શકે છે. અગાઉ 2018માં ભાજપને 39 ટકા વોટ મળ્યા હતાં. એટલે કે ભાજપનું વોટ શેરીંગ એક ટકાથી વધી શકે છે. ઉપરાતં આ વખતે યોજાનાર ચૂંટણીમાં ભાજપનો 89 થી 97 બેઠકો પર વિજય થઇ શકે છે. એટલે કે જો સર્વેના આંકડા સાચા પડે તો વિધાનસભામાં ભાજપના વિધાનસભ્યોની સંખ્યા વધશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button