નેશનલ

3 કિલોથી ઓછા વજનના વાહનો, 50ની કેપેસિટી વાળી કાર, રાજસ્થાનમાં રેકોર્ડમાં ધાંધલી

જયપુર: રાજસ્થાનમાં વાહનોની નોંધણીમાં મોટી ગડબડ થઇ હોવાની જાણકારી મળી છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ની તપાસમાં જણવા મળ્યું કે રેકોર્ડમાં 3 કિલોથી ઓછું વજન ધરાવતા ફોર-વ્હીલર્સ નોંધાયેલા છે, ખરીદીની તારીખ પહેલાં નોંધાયેલ વાહની નોંધણી થયેલી છે, 50 સીટની ક્ષમતા ધરાવતી કારની નોંધણી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

રાજસ્થાનના પરિવહન વિભાગની વાહન અને સારથી એપ્લિકેશન્સમાં શૂન્યથી ત્રણ કિલો વજનના 15,570 વાહનોની નોંધણી કરવામાં આવી છે. તાજેતરમાં રાજસ્થાન વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલમાં આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.

CAGને જાણવા મળ્યું કે 119 વાહનની નોંધણીની તારીખ ખરીદીની તારીખ પહેલાની હોવાની જાણ થઇ હતી. વાહન એપ્લિકેશનમાં 1 લાખ કિલોથી વધુ વજન ધરાવતા 14 વાહનો પણ નોંધાયા છે.

CAGને પણ જાણવા મળ્યું કે પરિવહન વિભાગે ડુપ્લિકેટ ચેસીસ અથવા એન્જિન નંબરવાળા 712 વાહનોની નોંધણી કરી છે.

સારથી એપમાં, 18 વર્ષથી ઓછી ઉંમર 166 લોકોને લર્નર્સ લાયસન્સ આપવામાં આવ્યા હતા, જે નિયમોની વિરુદ્ધ છે.

CAG એ રાજસ્થાનમાં એપ્રિલ 2016 થી માર્ચ 2021 સુધીમાં વાહન અને સારથી એપ પરના 10.14 લાખ કેસોનું ઓડિટ કર્યું છે, જેમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સિવાયના તમામ વાહનોને આવરી લેવામાં આવ્યા છે. આ અહેવાલ રાજસ્થાન વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ‘હવે મોટા મગરમચ્છ પકડાશે..’ રાજસ્થાનમાં પેપર લીકના પુરાવા સાથે વિધાનસભ્ય SOG ઓફિસ પહોંચ્યા

ઓડિટમાં 1,219 વાહનો માટે સીટીંગ કેપેસિટીમાં ભૂલો જોવા મળી હતી. 120 ગૂડ્સ કેરીઅરમાં 10-100 મુસાફરોની બેઠક ક્ષમતા હોવાની નોંધણી કરવામાં આવી છે.

રેકોર્ડમાં સાત કારની સીટીંગ કેપેસિટી 10-50 મુસાફરોની બતાવવામાં આવી છે.

1,018 જેટલા પેસેન્જર વાહનો, જે 10 થી વધુ મુસાફરોને લઈ જવા માટે ડીઝાઇન થયેલા છે, તેની માત્ર એક થી ત્રણ મુસાફરોની બેઠક ક્ષમતા ધરાવતા હોવાની નોંધણી કરવામાં આવી છે.

CAG એ ભલામણ કરી હતી કે વિભાગે કોઈપણ પ્રણાલીગત નબળાઈઓને ઓળખવા અને તેને સુધારવા સહિત પરિસ્થિતિને સુધારવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button