
ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં ગુરુવારે મોડી રાત્રે સામાન્ય તકરારે બે સમુદાય વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં શાકભાજીની લારી પર લીંબુની ખરીદી લઈને બે યુવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ સમગ્ર મામલો મારામારીથી હિંસા સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી હતી અને એસપી સહિત ચાર પોલીસ સ્ટેશનની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી અને વિસ્તારમાં વધારાના દળો તૈનાત કર્યા.
શાકભાજી વેચનાર પર તલવાર વડે હુમલો
આ ઘટનાની વિગત મુજબ મારામારી દરમિયાન એક સમુદાયના કેટલાક યુવાનોએ શાકભાજી વેચનાર પર તલવાર વડે હુમલો કર્યો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. અ ઘાયલ શાકભાજી વેચનારને તાત્કાલિક એમબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આપણ વાંચો: એપલને રાજકારણની નહી સ્પર્ધાની ચિંતા, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ભારતીય અધિકારીની પ્રતિક્રિયા
ગાડીઓને આગ લગાવી દીધી હતી
જોકે, તેની બાદ હુમલાખોરોએ નજીકમાં પાર્ક કરેલી ગાડીઓ પર પણ પથ્થરમારો કર્યો. જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ વિરોધમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કેટલીક ગાડીઓને આગ લગાવી દીધી હતી.
આ હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ
આ ઘટનાની માહિતી મળતા ન એક સમુદાયના લોકો સ્થળ પર એકઠા થયા અને આરોપીઓની ધરપકડની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે લોકોને સમજાવીને શાંત પાડ્યા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. હાલમાં વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને વહીવટીતંત્રે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં આરોપીઓ હથિયારો સાથે જોવા મળે છે.