ઉદયપુરમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર તે જ શાળામાં અભ્યાસ કરતા ખાસ સમુદાયના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ વિદ્યાર્થીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સારવાર ચાલુ છે. આ ઘટના બાદ શહેરનું વાતાવરણ બગડી ગયું હતું અને અનેક જગ્યાએ આગચંપી અને તોડફોડ શરૂ થઈ હતી., જેમાં બદમાશોએ ઘણી કારને આગ ચાંપી દીધી હતી. પરિસ્થિતિને જોતા પોલીસે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને શનિવારે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્રે તમામ (ખાનગી અને સરકારી) શાળાઓ અને કોલેજોને આગામી આદેશો સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
સરકારી સંચાલિત શાળામાં શુક્રવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ છરાબાજીની ઘટના બની હતી જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને અશાંતિ ફેલાઇ હતી. હિંદુ સંગઠનો રોષે ભરાયા હતા અને શહેરમાં વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીના બનાવો પણ બન્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર થતી જોઈને પોલીસે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. ઉદયપુર પોલીસને શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે અને ઉપદ્રવીઓ સામે કડક હાથે પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
Taboola Feed