નેશનલ

આંગણવાડીમાં નોકરી આપવાની લાલચે, એક સાથે 20 મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ, Video પણ બનાવ્યાનો આક્ષેપ

સીરોહી: એક સાથ 20 મહિલાઓ સાથે ગેંગરેપની ઘટના બહાર આવી છે. જેમાં મહિલાઓને નોકરી આપવાના બહાને બોલવામાં આવી હતી અને આરોપીઓ અને તેના મિત્રોએ મહિલાઓને બેભાન કરીને ખરાબ કામ કર્યું હતું. આ ઘટના મામલે રાજસ્થાનના સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને તત્કાલીન કમિશનર મહેન્દ્ર ચૌધરી વિરુદ્ધ ગેંગ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં, પાલી જિલ્લાની એક મહિલાએ આ મામલે ફરિયાદ કરી હતી, જેના આધારે સિરોહી પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

ઘટના અંગે જણાવતા પીડિતાએ જણાવ્યું કે ‘બે-ત્રણ મહિના પહેલા તે તેની સાથી મહિલાઓ સાથે આંગણવાડીમાં કામ કરવા માટે સિરોહી આવી હતી. આ દરમિયાન તે અધ્યક્ષ અને કમિશનરને મળી હતી. અધ્યક્ષ અને કમિશનરે અમને તમામ મહિલાઓને તેમના પરિચિતના ઘરે રોકાવ્યા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી. આ દરમિયાન જમણવારમાં નશીલા પદાર્થો ભેળવી દેવામાં આવ્યા હતા. આ પછી અધ્યક્ષ અને કમિશનરે તેમના સહયોગીઓ સાથે મળીને મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો.

પીડિત મહિલાનું કહેવું છે કે જ્યારે તમામ મહિલાઓ હોશમાં આવી ત્યારે તેમને માથાનો દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે તેને ચેરમેન અને કમિશનરને આ બાબતે પૂછ્યું તો સમગ્ર મામલો સામે આવ્યો. તે બંને અને તેમના દસ-પંદર સાથીઓ હસ્યા અને કહ્યું કે અમે તમને આ માટે જ અહીં બોલાવ્યા છે. તેઓ બધા નશામાં હતા.

વધુમાં ભોગબનનાર મહિલાએ આરોપ લગાવ્યો છે કે અપરાધીઓએ તેનો વિડીયો પણ બનાવી નાખ્યો છે અને તેઓને આ વિડિયોને લઈને બ્લેકમેલ પણ કરી રહ્યા છે. સાથે જ તેને દરેક પાસેથી પાંચ પાંચ લાખ માંગવાનો પણ આરોપ નાખ્યો છે. વધુમાં કહે છે કે તેઓ અમને અન્યો લોકો સાથે પણ શારીરિક સબંધ બનાવવાનું દબાણ કરે છે. અને નોકરીની માટે થઈને આરોપીઓએ ખાલી સ્ટેમ્પ અને કાગળ પણ લઈ લીધા છે.

જ્યારે કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી પારસ ચૌધરીએ જણાવ્યું કે થોડા સમય પહેલા પણ આ મહિલાઓએ સિરોહી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન હાઈકોર્ટ, જોધપુરમાં 8 મહિલાઓ વતી એક રિટ દાખલ કરવામાં આવી હતી, જેના પર હવે કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button