જયપુર: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ રાજસ્થાનના રાજકારણ(Rajasthan Politics) અંગે ચાલી રહેલી અટકળોને આખરે સાચી પડી છે, રાજસ્થાનના કૃષિ પ્રધાન કિરો઼ડી લાલ મીણાએ તમામ પદો પરથી રાજીનામું(Kirodi Lal Meena Resigns) આપી દીધું છે. જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી.
તેમણે ગુરુવારે જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ભજનલાલે તેમને રાજીનામું આપવાની ના પાડી દીધી હતી પરંતુ તેમણે તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારથી રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી એવી ઘણી અટકળો ચાલી રહી હતી કે કિરોડી લાલ રાજીનામું આપી શકે છે, હવે આ અટકળોને સાચી પડી છે. તેઓ દૌસાથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. તેઓ રાજસ્થાનમાં ભાજપના કદાવર નેતા માનવામાં આવે છે. તેમણે પોતાનું રાજીનામું સીએમ ભજનલાલ શર્માને મોકલી દીધું છે.
અહેવાલો મુજબ રાજસ્થાનના કૃષિ પ્રધાન કિરોડી લાલ મીણાએ બે દિવસ પહેલા દિલ્હી ગયા હતા. તેઓ રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં હાજર રહ્યા ન હતા. માહિતી અનુસાર, કિરોડી લાલ મીણાએ 10 દિવસ પહેલા પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
કિરોડી લાલ મીણાએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ તેમણે જાહેરાત કરી હતી કે જો તેઓ તેમના પ્રભાવના ક્ષેત્રમાં કોઈ બેઠક ગુમાવશે તો તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે. તેઓ દૌસાથી ચૂંટણી હારી ગયા હતા. ત્યાર બાદ અટકળો શરુ થઈ હતી, આજે તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
તેમણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગે સંકેત પણ આપ્યા હતા.
रघुकुल रीति सदा चलि आई।
— Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) July 4, 2024
प्राण जाई पर बचन न जाई।।
(श्रीरामचरितमानस)
દૌસામાં હાર પછી, વિપક્ષ સતત તેમને નિશાન બનાવી રહ્યા હતા. મીના કહે છે કે તેઓ હારની નૈતિક જવાબદારી લે છે અને રાજીનામું આપી રહ્યા છે. જો કે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.