રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો | મુંબઈ સમાચાર
નેશનલ

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો

છીંદવાડા : દેશમાં ચાલી રહેલી નકલી દવાના કારોબારે માસુમોનો જીવ લીધો છે. જે અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના છીંદવાડામાં 9 અને રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં બે બાળકોના મોત થયા છે. આ અંગે રાજસ્થાનના ભરતપુરના પીડિત પરિવારનો આરોપ છે કે, નકલી કફ સિરપ પીધા બાદ બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બાળકોને શરદીની તકલીફ બાદ સરકારી આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશના છીંદવાડાના પારસીયામાં કફ સિરપથી બાળકોના મૃત્યુની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં છીંદવાડામાં અત્યાર સુધીમાં નવ બાળકોના મોત થયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કફ સિરપ પીધા બાદ બાળકોની કિડની ફેલ થઈ ગઈ હતી. જેની બાદ કલેક્ટરે બે કપ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે.

ડોકટરે બાળકો માટે કફ સિરપ લખી આપી હતી

રાજસ્થાનના ભરતપુરમાં સરકારી આરોગ્ય કેન્દ્રના ડોકટરે બાળકો માટે કફ સિરપ લખી આપી હતી. જયારે બાળકને કફ સિરપ પીવડાવી હતી. તેની બાદ બાળક બેહોશ થયો હતો. ચાર કલાક સુધી બાળકને હોશ ન આવતા તેને સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો. જેને ભરતપુર રીફર કરવામાં આવ્યો હતો. જોકે, ભરતપુરમાં પણ બાળકની હાલતમાં કોઈ સુધાર ન આવતા જેને જયપુર રીફર કરવામાં આવ્યો હતો. જયારે ચાર દિવસ બાદ બાળકે જીવ ગુમાવ્યો હતો.

કફ સિરપની ગુણવત્તા અંગે પ્રશ્નો

રાજસ્થાનમાં કફ સિરપથી મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ ઘણા કિસ્સા બન્યા છે જેમાં કફ સિરપ જીવલેણ સાબિત થઈ છે. સીકરમાં પાંચ વર્ષના બાળકનું કફ સિરપ પીધા બાદ મૃત્યુ થયું હતું.આ ઉપરાંત કેન્દ્રોમાં કફ સિરપનું મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે. જયારે ભરતપુરના બયાનામાં ચાર કેસ નોંધાયા છે. જયપુરમાં એક ડૉક્ટર સહિત 10 લોકો આ સિરપથી પ્રભાવિત થયા હતા. બાંસવાડામાં સીરપની આડઅસરને કારણે ઘણા બાળકો બીમાર પડ્યા હતા. ભૂતકાળમાં પણ કફ સિરપની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો…રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપે લીધો બાળકોનો જીવ! સરકારે તાપસ શરુ કરી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button