નેશનલ

રાજસ્થાનના કોટામાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

રાજસ્થાનના કોટામાં શનિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં તલવંડી વિસ્તારમાં એક ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં “દિલ્હી નોન-વેજ” નામની રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. આ અકસ્માત સમયે રેસ્ટોરન્ટમાં કર્મચારીઓ અને ગ્રાહકો હતા અને એવી આશંકા છે કે તેઓ કાટમાળ નીચે ફસાયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોને રે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના રાત્રે નવ વાગ્યેની આસપાસ ઘટી હતી.

પાંચ લોકોને રે રેસ્ક્યુ કરવામાં આવ્યા

આ દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ, વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, સલામતીના કારણોસર, સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. આ કાટમાળ દૂર કરવા માટે હાલમાં JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોને રે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છેલ્લા એક કલાકથી બચાવ કામગીરી ચાલુ છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા લોકો અંદર ફસાયેલા છે.

અકસ્માત પૂર્વે એક મોટો વિસ્ફોટ થયો હતો

આ અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે, અકસ્માત પૂર્વે એક મોટો વિસ્ફોટ થયો હતો. તેમજ થોડીવારમાં જ આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. તેમજ આં કાટમાળમાંથી “મદદ, મદદ!” ની બૂમો આવતી હતી. જેના કારણે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button