ટોપ ન્યૂઝનેશનલ

ટેકનિકલ ખામીના કારણે જેસલમેરમાં એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી

જેસલમેર: છેલ્લા ઘણા સમયથી ટ્રેનો પર પથરાવ અને એક્સિડન્ટની ખબરો સાંભળવા મળતી હતી. તેમજ ટ્રેનોમાં ટેકનિકલ ઇસ્યૂના કારણે ઘણીવાર નાના મોટા એક્સિડન્ટ પણ બનતા રહે છે. તેમ છતાં ટેક્નિકલ ખામીઓમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આવી જ એક ટેકનિકલ ખામીના કારણે રાજસ્થાનના જેસલમેરમાં એક જ ટ્રેક પર 5 ફેબ્રુઆરીના રોજ બે ટ્રેનો સામસામે આવી ગઈ હતી. જોકે સારી બાબત એ બની કે બન્ને ટ્રેનોની સ્પીડ ઓછી હતી આથી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી.

આ ઘટના જેસલમેરના પોકરણથી લગભગ 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલા ગોમત રેલવે સ્ટેશન પર બની હતી. સોમવારે ગોમત રેલવે સ્ટેશનના સિગ્નલમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામીના કારણે એક ટ્રેન ડાયવર્ઝન પોઈન્ટથી થોડી આગળ ગઈ અને તે જ ટ્રેક પર પહેલાથી જ એક ટ્રેન આવી રહી હતી. આ ઘટના 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12.15ની આસપાસ બની હતી જેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. જેમાં એક ટ્રેક પર બે ટ્રેનો સમ સામે જોવા મળી રહી છે.

નોંધનીય છે કે ગોમત રેલવે સ્ટેશન પર ડાયવર્ઝન પોઈન્ટ છે. જ્યાંથી એક ટ્રેન નીકળ્યા બાદ બીજી ટ્રેન પસાર થાય છે. આ સમયે જેસલમેરથી બિકાનેર જતી લાલગઢ એક્સપ્રેસ ખરાબ સિગ્નલને કારણે ડાયવર્ઝન પોઈન્ટથી આગળ નીકળી ગઈ હતી. ત્યારે પોકરણથી જેસલમેર જતી સાબરમતી એક્સપ્રેસ એ જ સમયે પોકરણથી આવી રહી હતી.

જોકે સ્ટેશન આવતું હોવાના કારણે બંને ટ્રેનની સ્પીડ ખુબજ ધીમી હોવાને કારણે અકસ્માત ટળી ગયો હતો. તેમજ ટેક્નિકલ ખામી અને આગળની કાર્યવાહી કરવામાં બંને ટ્રેન એક કલાક સુધી ટ્રેક પર ઉભી રહી હતી. ત્યારબાદ લાલગઢ એક્સપ્રેસને પાછી લેવામાં આવી હતી અને બંને ટ્રેનોને રવાના કરવામાં આવી હતી.

જોધપુરના ડીઆરએમ એ જણાવ્યું હતું કે આમ તો એક ટ્રેન રોકાય અને બીજી નીકળી જાય ત્યારબાદ બીજી ટ્રેનને સિગ્નલ આપવામાં આવે છે. પરંતુ સિગ્નલની ખરાબીના કારણે તે બંધ થઈ શક્યું નહિ અને બન્ને ટ્રેન ચાલકોને લાગ્યું કે સિગ્નલ અપાઈ ગયું છે. જોકે સારી બાબત એ છે કે અમે બન્ને ચાલકોને તરત જ જાણ કરવામાં સફળ રહ્યા હતા. તેમજ ટ્રેનની સ્પીડ પણ ધીમી હોવાના કારણે બન્ને ચાલકો બ્રેક મારી શક્યા અને મોટી જાનહાનિ થતાં ટળી ગઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો