જેસલમેરમાં ખાનગી બસમાં લાગેલી આગમાં 26 લોકોના મોતનું કારણ પ્રકાશમાં આવ્યું...
નેશનલ

જેસલમેરમાં ખાનગી બસમાં લાગેલી આગમાં 26 લોકોના મોતનું કારણ પ્રકાશમાં આવ્યું…

જૈસલમેર : રાજસ્થાનના જેસલમેર જિલ્લાના થૈયાત ગામ નજીક 14 ઓક્ટોબરના થયેલા બસ અકસ્માતનો એફએસએલ રીપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં 26 લોકોમાં મોત થયા હતા. આ એફએસએલ રીપોર્ટમાં પૃષ્ટિ થઈ છે કે
અકસ્માત બસના એર કન્ડીશનીંગ સિસ્ટમમાં શોર્ટ સર્કિટને કારણે થયો હતો. ખાનગી બસ જેસલમેરથી જોધપુર જતી હતી ત્યારે ઉપડવાના લગભગ 10 મિનિટ પછી આગ લાગી હતી.

આગમાં વિસ્ફોટક કે ફટાકડાનો કોઈ સબંધ નહી

આ આગ લાગી ત્યારે બસમાં ફટાકડાના લીધે આગ વધી હોવાની ચર્ચા પણ પ્રકાશમાં આવી હતી. જોકે, જોધપુર અને જયપુર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝની સંયુક્ત ટીમોએ ઘટનાસ્થળે વિગતવાર તપાસ હાથ ધરી હતી. રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આગમાં વિસ્ફોટક કે ફટાકડાનો કોઈ સબંધ નહી. આ તપાસમાં જાણવા મળ્યું છે કે આગ બસની છત પરના એસી યુનિટમાંથી લાગી હતી. જેનું વાયરિંગ સીધા એન્જિન સાથે જોડાયેલું હતું.

બસની અંદર ધુમાડો અને કાર્બન મોનોક્સાઇડ ફેલાયો

તપાસમાં એ પણ જાણવા મળ્યું કે બસના સામાનના ડબ્બામાં મળેલા ફટાકડા પાણીમાં પલાળેલા હતા અને તેનો ઘટના સાથે કોઈ સંબંધ નહોતો. આમ, આગ બાહ્ય વિસ્ફોટકથી લાગી હોવાની શક્યતા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે વાયરિંગમાંથી નીકળેલા તણખાને કારણે બસની અંદર ધુમાડો અને કાર્બન મોનોક્સાઇડ ફેલાયો હતો. જેના કારણે મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારે બારી તૂટી ત્યારે બહારથી ઓક્સિજને આગને વેગ આપતો હતો.

એસી સિસ્ટમ ફીટ કરવાની પ્રક્રિયાની તપાસ

જયારે આ ઘટના અંગે જેસલમેરના પોલીસ અધિક્ષક અભિષેક શિવહરેએ જણાવ્યું હતું કે તપાસમાં ગંભીર બેદરકારી અને સલામતી ધોરણોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે બસ માલિક, ડ્રાઇવર અને બોડી ઉત્પાદકની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્ર હવે તપાસ કરી રહ્યું છે કે બસના એસી સિસ્ટમ ફીટ કરતી વખતે યોગ્ય સલામતી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button