
જયપુર : રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં એક ડમ્પરે 10થી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત હરમાડા વિસ્તારમાં પુરઝડપે આવતા ડમ્પરે લગભગ એક ડઝન વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો હતો
આ અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ સીકર રોડ પર લોહા મંડી વિસ્તારમાં થયો હતો. જયારે રોડ પર ટ્રાફિક સામાન્ય હતો ત્યારે અચાનક પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો અને સામેથી આવતા વાહનો સાથે અથડાવા લાગ્યો હતો. આ ટક્કર એટલી ગંભીર હતી કે ઘણી કાર અને બાઇકને ભારે નુકસાન થયું. ડમ્પરે અનેક વાહનોને ટક્કર મારી હતી. તેમજ આ અકસ્માતને કારણે રોડ પર અફડાતફડી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો વાહનો નીચે ફસાયા હતા. તેમજ ડમ્પરે નીચે અનેક વાહનો દબાયા હતા. જેમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે મૃતકોને શબને પોસ્ટ મોર્ટમ માટે મોક્લવામાં આવ્યા છે.



