કન્હૈયા લાલની હત્યાનો આરોપી જેલની બહાર આવશે, રાજસ્થાન હાઈકોર્ટે જામીન આપ્યા
જયપુર: દેશભરમાં ચર્ચા જગાવનાર રાજસ્થાનના ઉદયપુરના દરજી કન્હૈયા લાલ હત્યાકાંડ(Kanhaiya laal murder case)ના આરોપીઓમાંનો એક જેલની બહાર આવશે. રાજસ્થાન હાઈ કોર્ટે (Rajasthan Highcourt) કન્હૈયા લાલની હત્યાના આરોપી મોહમ્મદ જાવેદને જામીન આપ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો હાઈ કોર્ટના જામીન આપવાના આદેશ અંગે આઘાત વ્યક્ત કરી રહ્યા છે.
ઘટનાની જાણકારી મુજબ ઉદયપુરમાં દરજીકામ કરતા કન્હૈયા લાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ નેતા નૂપુર શર્માની પ્રોફેટ મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ગત વર્ષે 28 જૂનના રોજ, રિયાઝ અટ્ટારી અને ઘૌસ મોહમ્મદ નામના બે શખ્સોએ કન્હૈયા લાલની દુકાનમાં તેનું માથું કાપી નાખ્યું હતું.
આરોપીઓએ મોબાઈલ ફોનમાં ઘાતકી હત્યાનો વિડીયો શૂટ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી પણ આપી હતી. ત્યાર બાદ બંનેએ હત્યામાં વપરાયેલ છરાઓ સાથે સાથે વિડીયો પોસ્ટ કર્યો હતો. ઘટનાના ગણતરીના કલાકોમાં જ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના જણાવ્યા અનુસાર, જાવેદે હત્યાના કાવતરામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને હત્યા પહેલા અટારી અને ઘૌસ મોહમ્મદ બંનેને તેની દુકાનમાં કન્હૈયા લાલની હાજરી વિશે માહિતી આપી હતી.
NIA એ 22 જુલાઈ 2022 ના રોજ ઉદયપુરથી જાવેદની ધરપકડ કરી હતી.
અહેવાલ મુજબ 20 જૂનના રોજ કન્હૈયા લાલની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કન્હૈયાના હત્યારા ઘૌસ મોહમ્મદે પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે હત્યા કરવાનો નિર્ણય એક મીટિંગમાં લેવામાં આવ્યો હતો. તેણે કન્હૈયા લાલનો શિરચ્છેની જવાબદારી લીધી હતી, કેટલાક લોકોએ હત્યારાઓના પરિવારોને કાયદાકીય અને નાણાકીય સહાય પૂરી પાડવા સંમત થયા હતા.
તપાસમાં હત્યારાઓ, કરાચી સ્થિત દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. 2014માં દાવત-એ-ઈસ્લામીના વરિષ્ઠ કાર્યકર્તાઓએ ઘૌસ મોહમ્મદને પાકિસ્તાનમાં આમંત્રણ આપ્યું હતું.
Also Read –