નેશનલ

ચૂંટણીના રંગમાં રંગાયુ રાજસ્થાન

પ્રચાર માટે PM મોદી સહિત આ નેતાઓની માંગ વધી

દિવાળી બાદ હવે રાજસ્થાનમાં ચૂંટણીનો રંગ ચડવા લાગ્યો છે. ચૂંટણી પ્રચાર તેજ થયો છે, તેથી સ્ટાર પ્રચારકોના પ્રવાસો પણ થોડા દિવસોમાં શરૂ થશે. ઉમેદવારો દ્વારા સ્ટાર પ્રચારકોની માંગણી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીનું નામ સૌથી ઉપર છે. રાજસ્થાનના ચૂંટણી પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ પોતાના હાથમાં લીધી છે. વડા પ્રધાન મોદી છેલ્લા એક વર્ષમાં 11 વાર રાજસ્થાનની મુલાકાત લઇ ચૂક્યા છે.

દિવાળી પછી ચૂંટણી પ્રચાર તેજ થશે. મધ્યપ્રદેશ બાદ ભાજપ અને કોંગ્રેસનું ફોકસ રાજસ્થાન પર છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાને સંભાળી છે. તેમની રાજસ્થાનની મુલાકાત સતત ચાલી રહી છે. આગામી દિવસોમાં વડાપ્રધાનના પ્રવાસોમાં તેજી આવશે. એક દિવસમાં 2 બેઠકો થશે. અત્યાર સુધીના કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી સમગ્ર રાજસ્થાનમાં જીત મેળવવાના પ્રયાસમાં લાગ્યા છે. ભાજપે પોતાના ઉમેદવારો પાસેથી ઇચ્છિત સ્ટાર પ્રચારકોની યાદી અંગે માંગણી કરી છે. આગેવાનોની માંગણી મુજબ સભાઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવશે. ઉમેદવારોમાં માંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર છે. તે પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું નામ મોખરે છે.


ગઇકાલે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જયપુરની મુલાકાત લીધી હતી. આજે એટલે કે 15મી નવેમ્બરે વડાપ્રધાન મોદી જયપુર આવશે. તેઓ 16મીએ પણ આવવાના છે. મિત શાહની સભા રાજસ્થાનના દેવલી અને કુંભલગઢમાં યોજાશે. યોગી આદિત્યનાથ 5 દિવસ સુધી રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ સભાઓ પણ સંબોધશે. 16 નવેમ્બરથી પીપલડા, કેશોરાપાટન, કેકરી અને પુષ્કરમાં સભાઓ યોજાશે. જે બાદ જયપુરના અલવરમાં પણ તેમની સભા યોજાશે.

પીએ મોદીની સભા 15મી નવેમ્બરે બાયતુમાં યોજાશે. તે પછી 18 નવેમ્બરે ભરતપુર અને નાગૌરમાં જાહેર સભાઓ યોજાશે. 20મી નવેમ્બરે પાલીમાં PMની બેઠક યોજાવાની છે. 22 અને 23 નવેમ્બરે જોધપુર અને જયપુરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો થશે. રાજસ્થાનમાં 23મી નવેમ્બરે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ પરિપ્રેષ્યમાં ભાજપ રોડ શો દરમિયાન વધુમાં વધુ લોકોની ભીડ એકઠી કરવાનો પ્રયાસ કરશે. અલવર ભરતપુરમાં રોડ શો અને સભાનો કાર્યક્રમ છે.


અત્યાર સુધીમાં રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીની 11 સભાઓ અને કાર્યક્રમો થઈ ચૂક્યા છે. વડાપ્રધાન બેઠકો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ લોક દેવી-દેવતાઓ અને મુખ્ય મંદિરો સિવાય વડાપ્રધાને વિવિધ સમાજોને જોડવાનો પ્રયાસ કર્યો છે. દિવાળી બાદ રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પ્રવાસોમાં પણ તેજી આવશે. એક તરફ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ કોંગ્રેસે પણ કમર કસી છે. બંને ખરાખરીના જંગમાં વ્યસ્ત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button