જ્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી શપથ લેવાના છે તે આલ્બર્ટ હોલ કેવી રીતે બન્યો
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના આલ્બર્ટ હોલમાં આજે નવા મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્ય પ્રધાનો શપથ લેશે. જેની તમામ તૈયારીઓ તેની ચરમસીમાએ છે. જો કે આ શપથવિધિમાં ખાસ બાબત એ છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહેવાના છે. સમારોહમાં હાજર રહેવા માટે રાજ્યના 1.5 લાખથી વધુ લોકો માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.
અગાઉ જ્યારે પણ શપથવિધિ યોજાઈ છે તે અહી જ યોજાઇ છે. તો શું તમને ખબર છે. આ આલ્બર્ટ હોલ મ્યુઝિયમ કોણે અને શા માટે બનાવ્યું? વર્ષ 2018માં અશોક ગેહલોત અને સચિન પાયલટે અહીં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આલ્બર્ટ હોલ જયપુરના રામ નિવાસ બાગમાં અજમેરી ગેટ પાસે સ્થિત છે. સાંજ પડતાં જ આ મ્યુઝિયમની લાઈટો અનેક રંગોમાં ઝગમગી ઉઠે છે.
જયપુરના રજવાડાઓના જૂના નિષ્ણાત જિતેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આલ્બર્ટ હોલના નિર્માણ પાછળ એક મોટી ઘટના છે. 1876માં ધુંધર રજવાડામાં દુકાળ પડ્યો ત્યારે લોકોને રોજગારી અને ખોરાક મળી રહે તે હેતુથી આલ્બર્ટ હોલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મોધો સિંહના સમય બાદ આ હોલને એક મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવ્યું અને રાજા રજવાડાની તમામ વસ્તુઓને આ મ્યુઝિયમમાં મૂકવામાં આવી. ઈન્દિરા ગાંધીએ પણ આ હોસમાં એકવાર અહીં જાહેર સભા કરી હતી. આ ઉપરાંત બીજી ઘણી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે આ હોલ.