નેશનલ

તો હવે રાજસ્થાનની ચૂંટણી આ તારીખે યોજાશે…

નવી દિલ્હી: રાજસ્થાનની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ચૂંટણી કમિશને ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરીને બધાને ચોંકાવી દીધા છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે.

તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી. કારણ કે દેવ ઉત્થાની એકાદશી 23મીએ છે અને તેથી 23મી નવેમ્બરે મોટી સંખ્યામાં લગ્નો હોઇ શકે છે. તેને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


ચૂંટણી પંચે સોમવારે રાજસ્થાનની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે. તેમજ મતગણતરી 3 ડિસેમ્બરે થશે.


ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજસ્થાનમાં અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોએ 23 નવેમ્બર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 23મી નવેમ્બરે ઉત્થાની એકાદશી હોવાને કારણે ઘણા લગ્ન હશે, જેથી તેમને મતદાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે અને મતદારોની સંખ્યામાં પણ ઘટાડો થઇ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button