જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવાની ચાલ ચાલી છે. ભરતપુર અને નાગૌરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ મોંઘા છે. ભાજપની સરકાર બનતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે રાજસ્થાનમાં ERCP એટલે કે પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટને ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું વચન પણ આપ્યું હતું.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરતપુર અને નાગૌરમાં જાટોને સાધવા માટે ભાલે તેજાજી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ OBC પર બોલતા તેમણે કહ્યું હતું કે 50 વર્ષ પછી કોંગ્રેસને OBC યાદ આવી રહ્યું છે, જ્યારે રાજસ્થાનમાં ભાજપ સરકારે જાટોને અનામત આપી હતી. પહેલીવાર જ્યારે ભાજપે રાજસ્થાનના ડીગના એક દલિતને મુખ્ય માહિતી કમિશનર બનાવ્યા ત્યારે કોંગ્રેસે બેઠકનો વિરોધ કર્યો હતો.
જ્યારે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ત્યારે પણ કૉંગ્રેસે તેમનો વિરોધ કર્યો હતો. કૉંગ્રેસ હંમેશા બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કરતી પાર્ટી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર પછી પહેલીવાર દેશના કાયદા બનાવવાની જવાબદારી રાજસ્થાનના દલિત મંત્રી અર્જુન રામ મેઘવાલને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભરતપુર અને નાગૌરમાં જાટ અને દલિત મત ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજસ્થાનમાં જાટ અને દલિતોની વસ્તી 12-13 ટકા માનવામાં આવે છે, તેથી કોંગ્રેસ-ભાજપ બંને તેમને સાધવામાં વ્યસ્ત છે. આ પ્શ્ચાદભૂમિમાં અહીં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસને ઓબીસી વિરોધી અને દલિત વિરોધી ગણાવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને