રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકની ધરપકડ, હનીટ્રેપનો થયો શિકાર | મુંબઈ સમાચાર
નેશનલ

રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકની ધરપકડ, હનીટ્રેપનો થયો શિકાર

અલવર : ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોની સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત શોધ કરવામાં આવી રહી છે. જેમાં રાજસ્થાનના અલવરમાંથી હનીટ્રેપમાં ફસાયેલા અને આઈએસઆઈ માટે જાસૂસી કરતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે મળતી મહિતી મુજબ રાજસ્થાન ઈન્ટેલીજન્સે અલવરના મંગત સિંહની ધરપકડ કરી છે. જે અલવરના સેના કેન્ટોન્મેન્ટની તમામ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. તેની પાસેથી પાકિસ્તાનના બે નંબર મળી આવ્યા છે. જેમાં એક નંબર હનીટ્રેપ સાથે સંકળાયેલો છે. જયારે બીજો નંબર પણ પાકિસ્તાનનો જ છે.

સમગ્ર કેસની તપાસ હાથ ધરી

અલવરનો મંગત સિંહને આ કામ બદલ પાકિસ્તાન તરફથી અનેક વાર મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તે હજુ પણ તેમના સંપર્કમાં છે અને તેમને ગુપ્ત માહિતી મોકલી રહ્યો છે. પોલીસે આ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના હેન્ડલર્સ સાથે સંપર્કમાં

અલવરમાં કેન્ટોન્મેન્ટ વિસ્તારની દેખરેખ દરમિયાન અલવરના ગોવિંદગઢના રહેવાસી મંગત સિંહની ગતિવિધિઓ શંકાસ્પદ જોવા મળી હતી. મંગત સિંહ છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો. ઓપરેશન સિંદૂર પૂર્વે અને બાદમાં મંગત સિંહ ઈશા શર્મા નામ ધરાવતી એક મહિલા પાકિસ્તાની હેન્ડલરના હનીટ્રેપનો શિકાર બન્યો હતો. તે પૈસાની લાલચમાં અલવર શહેરના સૌથી મહત્વપૂર્ણ છાવણી વિસ્તાર અને દેશના અન્ય વ્યૂહાત્મક સ્થળો વિશેની મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે સતત શેર કરતો હતો.

આ પણ વાંચો…જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓેને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ, 40 લાખની માંગી હતી ખંડણી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button