રાજા રઘુવંશી હત્યાકાંડ: ‘ઓપરેશન હનીમૂન’થી ખુલ્યા રહસ્યો
પેટાઃ 23 મેના રોજ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરના કારોબારી રાજા રઘુવંશીના હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે હત્યાકાંડની માસ્ટર માઈન્ડ સોનમ રઘવુંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા અને ચાર સોપારી કિલરની મદદથી ઘટનાને અંજામ આપ્યો હતો. મેઘાલય પોલીસે આ સમગ્ર ઓપરેશનનું નામ ઓપરેશન હનીમૂન રાખ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, ઓપરેશન હનીમૂન અંતર્ગત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટીમાં 120 પોલીસકર્મી હતા. તેમાં એસપી અને ડીએસપી રેંકના અધિકારીઓ પણ સામેલ હતા.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું થયો ખુલાસો
સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ થયા હતા. જે બાદ સોનમે બનાવેલા પ્લાન અંતર્ગત મેઘાલય હનીમૂન મનાવવા ગયા હતા. 23 મેના રોજ બંને લાપતા બન્યા હતા. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ મળ્યો હતો. તેની બાજુમાંથી લોહીથી ખરડાયેલું ચપ્પુ, રેઈનકોટ મળ્યા હતા. રાજાના જમણા હાથ પર બંનેલા ટેટુ અને કાંડા પરથી સ્માર્ટ વોચથી મૃતદેહની ઓળખ થઈ હતી. આ ઉપરાંત મૃતદેહ પાસેથી એક મહિલાનો સફેટ શર્ટ, પેંટ્રા 40ની દવાની પટ્ટી, એક તૂટેલો મોબાઈલ ફોન, સ્માર્ટવોચની સાથે હથિયાર પણ મળ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં રાજા રઘુવંશીની હત્યા પૂર્વી ખાસી હિલ્સમાં વૃક્ષ કાપવાના ધારદાર હથિયારથી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.
આ રીતે સોનમ પર શંકા બની મજબૂત
પોલીસે રાજા રઘુવંશીની કોલ ડિટેલ કાઢી ત્યારે કોઈ કડી મળી નહોતી પરંતુ સોનમની કોલ ડિટેલ કાઢતાં જ શંકા તેના પર ગઈ હતી. જોકે રાજાના પરિવારજનોને સોનમ પર લેશમાત્ર શંકા નહોતી. સોનમની કોલ ડિટેલ પોલીસને મહત્ત્વનો પુરાવો આપ્યો જેનાથી આખો કેસ ઉકેલાયો હતો. કોલ ડિટેલ પરથી સોનમ ઈન્દોરના રાજ કુશવાહ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. મેઘાલય પોલીસે સોનમ અને રાજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો હતો.
23 મેના રોજ હત્યાને આપ્યો હતો અંજામ
સોનમે પરિવારજનોની મરજીથી રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેનું દિલ રાજ કુશવાહા પાસે હતું. લગ્ન બાદ સોનમે રાજાને રસ્તામાંથી હટાવવા કામ શરૂ કર્યું હતું. 21 મેના રોજ તમામ આરોપી ગુવાહાટી આવ્યા હતા. જે બાદ સોનમની પાછળ તેઓ 22 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા. 23 મેના રોજ ઘટનાને અંજામ આપ્યો હતો. પછી સોનમ 23 મેના રોજ ગુવાહાટીથી ઈન્દોર આવી હગતી. 25 મેના રોજ ઈન્દોર પહોંચીને રાજાને મળી હતી. રાજ કુશવાહે એક દિવસ ઈન્દોરમાં તેને હોટલમાં રોકાવી હતી. જે બાદ ડ્રાઈવરની મદદથી વારાણસી છોડી દીધી હતી. હત્યા બાદ સોનમ અને રાજ સતત સંપર્કમાં હતા. સોનમ અને રાજે શિલોંગ આવ્યા બાદ તેના એક પણ ફોટા લીધા નહોતા કે અપલોડ પણ ન કર્યા.
આ પણ વાંચો - કેમ કંગના રનૌતને આવ્યો ગુસ્સો, જાણો કોને કહ્યું ‘મુર્ખ’?
મેઘાલય પોલીસને 3 અને 4 જૂને જ સોનમ હત્યામાં સામેલ હોવાની ખબર પડી ગઈ હતી. સોનમે તેનો રેઈનકોટ આકાશને આપ્યો હતો. જે ઘટનાસ્થળેથી 6 કિમી દૂર મળ્યો હતો. તપાસને ગેરમાર્ગે દોરવા માટે આમ કર્યું હતું. હત્યા બાદ તમામ આરોપીઓ 11 કિલોમીટર દૂર જઈને મળ્યા હતા અને એક દિવસ ગુવાહાટીમાં રોકાયા બાદ તમામ અલગ થઈ ગયા હતા. સોનમ રઘુવંશીનો પ્રેમી પકડાયા બાદ તેણે બધી કબૂલાત કરી હતી અને ભેદ ઉકેલાયો હતો.