રાજા રઘુવંશી હત્યા કેસઃ 790 પેજની ચાર્જશીટ થઈ દાખલ, મેઘાયલ SIT એ તપાસ કરી પૂર્ણ | મુંબઈ સમાચાર
નેશનલ

રાજા રઘુવંશી હત્યા કેસઃ 790 પેજની ચાર્જશીટ થઈ દાખલ, મેઘાયલ SIT એ તપાસ કરી પૂર્ણ

શિલોંગઃ ઈન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડથી સૌ કોઈ હચમચી ગયું હતું. આ કેસમાં પોલીસે શિલોંગ કોર્ટમાં 790 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં મુખ્ય આરોપીઓ રાજાની પત્ની સોનમ રઘુવંશી, તેના પ્રેમી રાજ અને ત્રણ હુમલાખોરો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવા નાશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ત્રણ અન્ય આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરાશે

પૂર્વ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક વિવેક સઈમના જણાવ્યા મુજબ, મેઘાલયની SITએ પોતાની તપાસ પૂર્ણ કરી છે. વધારાના ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ, અન્ય ત્રણ સહ-આરોપીઓ – પ્રોપર્ટી ડીલર સિલોમ જેમ્સ, લોકેન્દ્ર તોમર, સુરક્ષા ગાર્ડ બલબીર અહિરબાર અને મકાનમાલિક (જ્યાં સોનમ હત્યા બાદ છુપાઈ હતી) સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

રાજા રઘુવંશી અને સોનમનાં લગ્ન 11 મે 2025ના રોજ થયાં હતાં અને 20 મેના રોજ તેઓ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્રણ દિવસ બાદ તેઓ લાપતા થયા હતા. 2 જૂનના રોજ, રાજાનો મૃતદેહ સોહરામાં વેઈસાડૉંગ ધોધ નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં મળી આવ્યો હતો. ત્યારબાદ, પોલીસે સોનમની શોધખોળ શરૂ કરી અને 8 જૂને તેને ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ઝડપી પાડી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને મેઘાલય પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી અને 21 જૂનથી તે શિલોંગ જિલ્લા જેલમાં બંધ છે.

શું હતો ઘટના ક્રમ

પોલીસના જણાવ્યા અનુસાર, સોનમ, રાજ કુશવાહા અને ત્રણેય હુમલાખોરોએ રાજાની હત્યામાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. આ કેસની તપાસ દરમિયાન ગુનાનું સ્થળ પહેલેથી જ નક્કી કરી રાખવામાં આવ્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button