ટોપ ન્યૂઝનેશનલ

રાજા રઘુવંશી હત્યાકાંડ: આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ

ઇન્દોર: નવદંપતી રાજા અને સોનમ રઘુવંશી 20 મે, 2025ના રોજ હનીમૂન માટે શિલોંગ ગયા હતા. 23 મેના રોજ ચેરાપુંજી નજીક સોહરા વિસ્તારમાં બંને ગુમ થયા હતા. 24 મેના રોજ તેમનું ભાડાનું સ્કૂટર સોહરારીમમાં પડેલું મળ્યું હતું. 2 જૂનના રોજ વેઈસાવડોંગ ખાતે ખીણમાંથી રાજાનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ ટેટૂ અને સ્માર્ટવોચથી થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તીક્ષ્ણ હથિયારથી હત્યાની પુષ્ટિ થઈ હતી. નજીકથી લોહીથી ખરડાયેલો રેઈનકોટ મળ્યા. સોનમ 8 જૂન સુધી ગુમ રહી, પરંતુ તે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ઢાબા પર મળી, જ્યાંથી તેણે પોતાના ભાઈને ફોન કર્યો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસ થઈ શકે છે

9 જૂન, 2025ના રોજ મેઘાલય પોલીસે ખુલાસો કર્યો કે સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. સોનમે ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું, અને તેને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવી હતી. ત્રણ અન્ય આરોપીઓ—રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ અને આકાશ રાજપૂતની ધરપકડ ઇન્દોર અને લલિતપુરથી કરવામાં આવી હતી, જ્યારે ચોથો આરોપી આનંદ પટેલ પણ પકડાઈ ગયો હતો. તમામના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

આ પણ વાંચો: રાજા રઘુવંશીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું થયો ખુલાસો?

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ હત્યાની કબૂલાત કરી હતી અને સોનલે કોન્ટ્રાક્ટ કિલર્સ હાયર કર્યા હતા. એક આરોપી હજુ ફરાર છે, અને તેની શોધ ચાલુ છે. પોલીસે સોનમના ફોન રેકોર્ડ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી હતી. જેમાં રાજ કુશવાહાને મોટી રકમ ટ્રાન્સફર કરાયાનું બહાર આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ સોહરા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ , જાણો કોણ છે હત્યાનો માસ્ટર માઈન્ડ

રાજા રઘુવંશીના હાથ પરના ટેટુથી તેની ઓળખ થઈ હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થઈ હતી. રાજાનું મોત માથામાં ઈજા અને ધક્કો મારવાથી થયું હતું. મૃતદેહ મળ્યા બાદ સોનમ ગાયબ રહેવાથી પોલીસની શંકા પ્રબળ બની હતી. જે બાદ પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું.

પોલીસે સોનમની ઉત્તરપ્રદેશના ગાજીપુરના એક ઢાબાથી ધરપકડ કરી હતી. તે છુપાતી છુપાતી ગાજીપુર પહોંચી હતી. ધરપકડ બાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button