નેશનલ

Rain in Delhi: રાજધાનીને મળી રાહત, દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં હળવો વરસાદ

દિલ્હી: છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રીય રાજધાની દીલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજધાનીના અનેક વિસ્તારોમાં પર મેઘરાજા મહેરબાન થયા છે, વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શુક્રવારે બપોરે દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં જોરદાર વરસાદ શરુ થયો હતો. વરસાદના કારણે દિલ્હીના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 40 ડિગ્રીથી ઉપર મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Delhi Heatwave: સ્મશાન બહાર મૃતદેહોની કતાર, ગરમીને કારણે 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં 13ના મોત

આજે શુક્રવારે સવારથી જ દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ હતું. હવામાન વિભાગે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી હતી. દરમિયાન દિલ્હી આરકે પુરમ અને દિલ્હી કેન્ટમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. દિલ્હીના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે, ત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુરુવારે નોંધાયેલ લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝન માટે સામાન્ય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે બપોરના બે વાગ્યા સુધીમાં 25 તાલુકામાં ધીમી ધારે વરસાદઃ ખેડૂતોમાં ઉચાટ

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આજે શુક્રવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે. IMDએ શનિવાર અને રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે, જેના કારણે દિલ્હીવાસીઓને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સવારે 9 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 157 નોંધાયો હતો, જે ‘મોડરેટ’ શ્રેણીમાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button