નેશનલ
ઓડિશામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
ભૂવનેશ્ર્વર: ઓડિશામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી ભારતીય હવામાન ખાતાએ ગુરુવારે કરી હતી. ૪૦ કિમી. પ્રતિ કલાકથી ૭૦ કિમી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું.
ઈન્ડિયા મિટિયોરોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ એક બુલેટિનમાં કહ્યું કે બંગાળના ઉપસાગર પરનું ડિપ ડિપ્રેશન શુક્રવાર સુધીમાં સઘન બનીને વાવાઝોડામાં ફેરવાશે અને બંગલાદેશના સાગરકાંઠાને ઓળંગશે. ડિપ્રેશન ડિપ ડિપ્રેશનમાં બદલાયું હતું અને ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે વિશાખાપટ્ટનમથી લગભગ ૩૯૦ કિમી. પૂર્વમાં અને પારાદીપથી ૩૨૦ કિમી. દક્ષિણમાં કેન્દ્રિત હતું. જે આગામી ૨૪ કલાકમાં સઘન બનીને વાવાઝોડામાં પરિવર્તિત થશે. ૧૮મી નવેમ્બર સુધીમાં દરિયામાં નહીં જવા માછીમારોને ચેતવણી આપવામાં આવી હતી.