નેશનલસ્પોર્ટસ

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ બન્યો વિલન, હવે શું?

કોલંબોઃ અહીંના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આજે ફરી એકવાર વરસાદના વિઘ્નને કારણે મેચને રોકવાની જાહેરાત કરી હતી.

આજના સુપર ફોરના મુકાબલામાં પાકિસ્તાન સામે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ શાનદાર શરુઆત કરી હતી. 14 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 100 રન બનાવ્યા હતા, જેમાં રોહિતે 56 અને ગિલે 58 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 17 અને વિરાટ કોહલીએ આઠ રન બનાવ્યા હતા. હવે અહીંથી 11મી સપ્ટેમ્બરે એટલે આવતીકાલે રિઝર્વ ડે અંતર્ગત મેચ ફરી શરૂ થશે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી, જેમાં ભારતે બે વિકેટે 147 રન બનાવ્યા હતા, પરંતુ સતત વરસાદના વિઘ્નને કારણે અંતે અમ્પાયર દ્વારા આજની મેચને રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારત ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 24.1 ઓવરમાં માત્ર 147/2 રન બનાવી લીધા હતા, જ્યારે પાકિસ્તાનવતીથી શાદાબ ખાન અને શાહિન આફ્રિદીએ એક-એક વિકેટ લીધી હતી.

શરુઆતની મેચ પછી વરસાદની એન્ટ્રીને કારણે મેચની મજા બગાડી હતી. સતત વરસાદને કારણે પીચની સાથે મેદાનને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ઢાંકી દેવામાં આવ્યા હતું, પરંતુ ફરી વરસાદ ચાલુ થવાથી મેચને અંતે રોકીને આવતીકાલના રિઝર્વ ડેએ મેચ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સોમવારે મેચ ભારતીય દાવની 24.1 ઓવરથી શરૂ થશે અને મેચ 50-50 ઓવરની રમાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉની મેચમાં પણ વરસાદને કારણે ભારત અને પાકિસ્તાન બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button