નેશનલ

બંગાળના ઉપસાગરમાં હવામાનમાં ઉથલપાથલ લાવશે દેશભરમાં વરસાદ અને કડાકાની ઠંડી…

નાગપુરઃ બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણના પટ્ટો બનતાં દેશના હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે અને એને કારણે ઘણા બધા ઠેકાણે હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

20મીથી 23મી નવેમ્બરના તમિળનાડુ અને કેરળમાં વરસાદ પડવાનો અંદાજો છે. 21મી નવેમ્બરના આંધ્રપ્રદેશના કિનારાવાળા વિસ્તારમાં તેમ જ 22-23મી નવેમ્બરના કર્ણાટકમાં વરસાદ પડે એવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત 22-23મી નવેમ્બરના કેરળ અને માહેમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ બદલાયેલા હવામાનને કારણે અમુક ઠેકાણે ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી પણ જોવા મળે.

રાજ્યની વાત કરીએ તો દેશમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. મધ્ય મહારાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈ, થાણે, કોંકણ સહિત ગોવામાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે છત્તીસગઢ, તેલંગણા, રાયલસીમા, આંધ્રપ્રદેશ, યાનામ અને અરુણાચલ પ્રદેશના અનેક ઠેકાણે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે.

ઝારખંડ, આસામ અને મેઘાલયમાં અનેક ઠેકાણે, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટકમાં પણ અનેક ઠેકાણએ તેમ જ જમ્મુ-કાશ્મીર, લદાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, કોંકણ અને ગોવા, તામિળનાડુ, પોંડિચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં ઉષ્ણતામાન સામાન્ય કરતાં ઓછું જોવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button