ટોપ ન્યૂઝનેશનલ

અમૃત ભારત ટ્રેનમાં મુસાફરોને આંચકા નહીં લાગે, જાણો શું છે આ ટ્રેનની ખાસિયત

નવી દિલ્હી: ભારતીય રેલવે ટ્રેનનોને સતત આધુનિક અને સુવિધાજનક બનાવી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ રેલવે મંત્રાલય અમૃત ભારત ટ્રેન શરુ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી પ્રથમ બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.

અમૃત ભારત ટ્રેન અંગે માહિતી આપતા રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું છે કે આ ટ્રેનો અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારના આંચકા નહીં લાગે. આ બંને ટ્રેનો બિહારના દરભંગાથી અયોધ્યા થઈને દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન અને પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી બેંગલુરુના સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ સુધી ચાલશે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે નવીન ‘સેમી-કપ્લર’ ટેક્નોRailways promises ‘jerk-free’ journey in new Amrit Bharat Express trainsલોજીની મદદથી અમૃત ભારત ટ્રેનો મહત્તમ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને વિવિધ સ્થળોએ આરામદાયક મુસાફરી પ્રદાન કરશે. આ ટેક્નોલોજીથી બે કોચને એ રીતે જોડવામાં આવે છે કે ટ્રેન શરૂ થાય અને ઉભી રહે ત્યારે મુસાફરોને આંચકા ન લાગે.


તેમણે કહ્યું કે હાલની ટ્રેનોમાં વપરાતી જૂની ટેક્નોલોજીમાં કોચને ‘કપ્લર’ની મદદથી જોડવામાં આવે છે, જેના કારણે જ્યારે ટ્રેન ઉભી રહે છે અથવા શરૂ થાય છે ત્યારે મુસાફરોને આંચકો લાગે છે.


આ સિવાય નવી ટ્રેન ‘પુશ-પુલ’ ટેક્નોલોજીથી પણ સજ્જ છે, જેમાં આગળ અને પાછળ બંને તરફ એન્જિન છે. આગળનું એન્જિન ટ્રેનને ખેંચે છે, જ્યારે પાછળનું એન્જિન તેને આગળ ધકેલે છે.


રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ટ્રેનનું નિરીક્ષણ કરતી વખતે કહ્યું હતું કે, અમૃત ભારત ટ્રેનમાં સેમી-પરમેનન્ટ કપ્લર નામનું એક ખાસ પ્રકારનું કપલર છે, જે આંચકાની અસરને ઘટાડે છે. તે ટ્રેનના સંચાલન માટે પણ સલામત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button