નેશનલ

બજેટમાં આપવામાં આવેલા લક્ષ્યાંકના આટલા ટકા ખર્ચ્યા રેલવેએ


ભારતના મોટા કેન્દ્રીય ઉપક્રમોમાં ભારતીય રેલવે પોતાના બજેટ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અગ્રેસર હોવાનો દાવો રેલવેએ કર્યો હતો. રેલવેએ જણાવ્યા અનુસાર ભારતીય રેલવેએ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં રૂ. ૨.૪૪ લાખ કરોડના વાર્ષિક લક્ષ્યાંકમાંથી રૂ. ૧.૧૩ લાખ કરોડ (૪૬.૬ ટકા) ખર્ચીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે જ તર્જ પર, પશ્ચિમ રેલવેએ પણ અસાધારણ પ્રદર્શન કર્યું છે અને એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં (૧૨.૦૯.૨૦૨૩ સુધી) વાર્ષિક બજેટ લક્ષ્યાંકોના ૪૬ % ટકા કરતાં વધુ ખર્ચ કર્યો છે.
પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને યાત્રીકોને સારી સુવિધાઓ પૂરી પાડવાનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે પશ્ચિમ રેલવેને ફાળવવામાં આવેલા કુલ રૂ. ૧૩,૫૦૦ કરોડના મૂડીરોકાણમાંથી ૪૬ % કરતાં વધુ એટલે કે ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં રૂ. ૬૨૦૦ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.
ચાલુ નાંણાકિય વર્ષમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં નવી રેલવે લાઈનનાં નિર્માણ પર ૨૨૪ કરોડ (૨૬ %), ગેજ કન્વર્ઝન પર રૂ. ૮૯૯ કરોડ (૩૬ %), ડબલીંગ પર રૂ. ૬૬૯ કરોડ (૫૦ %), ટ્રાફિક સુવિધાઓ પર રૂ. ૭૯૩ કરોડ (૫૪ %), આરઓબી/આરયુબી પર રૂ. ૫૦૭ કરોડ (૬૦ %) ટ્રેક નવીકરણ પર, રૂ. ૩૧૮ કરોડ (૩૯ %), મશીનરી અને પ્લાન્ટ પર રૂ. ૧૨ કરોડ (૩૭ %) અને ગ્રાહક સુવિધાઓ પર રૂ. ૧૧૨ કરોડ (૮%) ખર્ચવામાં આવ્યા હતા છે.
ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ઉપરાંત રેલવે મુસાફરોની સુરક્ષા અને સલામતીના કામોને પ્રાથમિકતાથી પૂર્ણ કરવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…