રેલવે વર્કશોપને કોચ રિપેર કરવામાં 20 દિવસના બદલે લાગે છે 3 વર્ષનો સમય: કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…

નવી દિલ્હી: ઇસ્ટ કોસ્ટ રેલવેના મંચેશ્વર કેરેજ રિપેર વર્કશોપને સમયાંતરે કોચના સમારકામ માટે નિર્ધારિત 15-20 દિવસને બદલે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો, એમ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)એ જણાવ્યું હતું. જોકે, ગુરુવારે સંસદમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ કોચના સામયિક ઓવરહોલ (પીઓએચ) માટેના અંદાજો વાસ્તવિક ન હતા અને દર વર્ષે તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
કેગે પોતાના ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે “ડેપો દ્વારા પીઓએચ માટે કોચ મોકલવામાં વિલંબ ઉપરાંત વર્કશોપમાં કોચના સમારકામ માટે 15થી 20 દિવસના નિર્ધારિત સમયની સામે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
કેગે પોતાના રિપોર્ટમાં વર્કશોપના કામકાજમાં અનેક ગેરરીતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. ઈસ્ટ કોસ્ટ રેલવે (ઇસીઓઆર)ના મંચેશ્વર કેરેજ રિપેર વર્કશોપની સ્થાપના નવેમ્બર 1981માં રેલવે કોચના સમારકામ માટે કરવામાં આવી હતી.
શરૂઆતમાં વર્કશોપની ક્ષમતા દર મહિને 45 કોચ રિપેર કરવાની હતી, જે 2003-04માં વધારીને 100 કોચ કરવામાં આવી હતી. “2008થી 2016 દરમિયાન વર્કશોપની ક્ષમતા વધારીને દર મહિને 150 કોચ કરવા માટે વર્કશોપનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
તે સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે “દર મહિને 150 કોચની સમારકામ ક્ષમતાની સામે વર્કશોપનું સમારકામ 2016-17 થી 2022-23 ના સમયગાળા દરમિયાન દર મહિને 86 થી 113 કોચની વચ્ચે હતું
કેગે જણાવ્યું હતું કે ઓડિટનો ઉદ્દેશ્ય વર્કશોપમાં કરવામાં આવેલા વાસ્તવિક સમારકામ પર આધારિત છે કે કેમ અને તે સમયની અંદર પ્રાપ્ત થયા છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાનો હતો. 191 કોચ 10 દિવસથી 171 દિવસ સુધીના સમયગાળા માટે નિષ્ક્રિય રહ્યા હતા.
ઓગસ્ટ 2012માં રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને 100 દિવસની અંદર નિષ્ફળતાઓ પર નજર રાખવા અને નિવારક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓડિટ દરમિયાન રેલવે બોર્ડને આપવામાં આવેલા રિપોર્ટમાં વર્કશોપની પીઓએચ ક્ષમતા ઓછી દર્શાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
રિપોર્ટમાં અન્ય ઘણી ગેરરીતિઓ જોવા મળી હતી, જેમ કે 4.15 કરોડ રૂપિયાની કિંમતના ચાર મશીનો કેટલીક ખામીઓને કારણે વર્ષોથી બંધ પડ્યા છે. જેનાથી સ્ટોકની અછત સર્જાય છે.
આપણ વાંચો : હવે કેદારનાથની યાત્રા થશે આટલી સરળ, ટ્રેન નહીં એક નવો પ્રોજેક્ટ લાવ્યા છે રેલમંત્રી