જ્યારે એક ખેડૂત રેલવેની ભૂલને કારણે આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો…
હેડિંગ વાંચીને કદાચ તમને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. રેલવેની એક ભૂલને કારણે એક માણસ આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો હતો. આ આખી ઘટના પંજાબના લુધિયાણાના કટાણા ગામના રહેવાસી અને વ્યવસાયે ખેડુત એવા સંપૂર્ણ સિંહે એ કરી દેખાડ્યું છે કે જે મોટા મોટા વેપારીઓ ના કરી શકે. રેલવેની એક ભૂલને કારણે સંપૂર્ણ સિંહ દિલ્હીથી અમૃતસર જનારી સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ (Delhi-Amritsar Swarna Shatabdi Express)ના માલિક બની ગયા છે. આવો જોઈએ આખરે શું છે રેલવેની ભૂલ કે જેને કારણે એક ખેડૂત આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો?
આ પણ વાંચો : ગ્લોબલ વોર્મિંગની અસર, વર્ષ 2024ના 9 મહિનામાં ખરાબ હવામાને લીધો 3200થી વધુ લોકોનો જીવ
ઘટના 2007 ની છે. લુધિયાણા-ચંડીગઢ રેલવે લાઈન બિછાવવા માટે રેલવે ખેડુતો પાસેથી જમીન હસ્તગત કરી રહી હતી. રેલવે ટ્રેક બિછાવવા માટે ખેડુતો પાસેથી જમીન ખરીદી રહી હતી અને સંપૂર્ણ સિંહની જમીન પણ રેલવે લાઈનની વચ્ચે આવી રહી હતી. રેલવેએ જમીનને બદલે 25 લાખ રૂપિયા પ્રતિ એકડના હિસાબે પૈસા આપ્યા. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું, પણ પછી જેવું સંપૂર્ણ સિંહને ખબર પડી કે રેલવેએ એટલી જ મોટી જગ્યા માટે બાજુના ગામમાં 71 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબે વળતર આપ્યું છે તો તેઓ નારાજ થઈ ગયા.
રેલવે તરફથી એક જ જમીન માટે બે ખેડૂતોને અલગ અલગ ભાવથી પૈસા આપવામાં આવ્યા એટલે સંપૂર્ણસિંહ કોર્ટે ચઢ્યા અને કોર્ટે પણ સંપૂર્ણ સિંહની તરફેણમાં ચૂકાદો આપતા વળતરની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો. ત્યાર બાદ વેલ્યુએશનના હિસાબે વળતરની રકમ વધારીને 1.47 કરોડ રૂપિયા કરવામાં આમાં આવી. કોર્ટે રેલવેને આદેશ આપ્યો કે તેઓ સંપૂર્ણ સિંહને વળતર ચૂકવી દે અને એ માટે 2015 સુધીનો ટાઈમ આપવામાં આવ્યો. કોર્ટના આદેશ બાદ રેલવેએ વળતર તો આપ્યું પણ માત્ર 42 લાખ રૂપિયા.
2017 માં રેલવે દ્વારા વળતરની પૂરી રકમ ન ચૂકવવામાં આવતા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે લુધિયાણા સ્ટેશન પર ટ્રેનને કુર્ક કરાવો આદેશ આપ્યો. કોર્ટના આદેશ પર રેલવે અધિકારીઓ સાથે સંપૂર્ણ સિંહ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ઉભેલી અમૃતસર સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસને કુર્ક કરી લીધી અને એ ટ્રેનના માલિક બની ગયા.
આ પણ વાંચો : જેટ એરવેઝની ઉડાનનો અંત! સુપ્રીમ કોર્ટે સંપતિના લિક્વિડેશનનો આદેશ આપ્યો
આખરે રેલવેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે સંપૂર્ણ સિંહની માફી માંગીને વળતરની રકમ ચૂકવવાનો વાયદો કર્યો. સેક્શન એન્જિનિયરે કોર્ટના અધિકારી દ્વારા ટ્રેનને ફ્રી કરાવી દીધી. રિપોર્ટ્સ અનુસાર આ મામલો હજી પણ કોર્ટમાં વિચારાધિન છે, પરંતુ આ દેશમાં એક માત્ર એવો કિસ્સો હતો કે જ્યારે એક ખેડૂત આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો હોય.