વાહ ! રેલવેના મુસાફરોને મળશે આ 5 મોટી ભેટ : જાણો વિગતો….

Indian Railway : ભારતીય રેલ્વે દેશમાં રેલ્વે મુસાફરીને વધારે સાનુકૂળ અને આરામદાયક બનાવવા માટે ઘણા મોટા પગલાઓ લઈ રહી છે. તાજેતરમાં બે રૂટ પર અમૃત ભારત ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ સિવાય 2026 સુધીમાં દેશને તેની પહેલી બુલેટ ટ્રેન મળી શકે છે. કેન્દ્ર સરકાર આ વર્ષે રેલવે મુસાફરોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. રેલ્વે આ વર્ષે 5 એવા મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે, જે મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરશે. સામાન્યથી ફર્સ્ટ એસી સુધી મુસાફરી કરતા તમામ મુસાફરોને રેલવેના આ પગલાનો લાભ મળી શકશે.
1- 500 રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ થઈ રહ્યો છેઃ
રેલ્વેએ દેશભરમાં 500 સ્ટેશનો પર પુનઃવિકાસનું કામ શરૂ કર્યું છે. સ્ટેશન રિડેવલપમેન્ટ પ્લાનમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેલવે સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો પર રૂફ પ્લાઝા, વેઇટિંગ રૂમ, લિફ્ટ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, કિઓસ્ક વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ સ્ટેશનો ભારતીય વારસાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
2- અમૃત ભારત:
ભારતીય રેલવેએ વંદે ભારતની સ્લીપર ટ્રેન અમૃત ભારતનું સંચાલન શરૂ કર્યું છે. હાલમાં, એક અમૃત ભારત ટ્રેન દરભંગાથી દિલ્હી થઈને અયોધ્યા અને બીજી અમૃત ભારત ટ્રેન પશ્ચિમ બંગાળના માલદાથી બેંગલુરુ સુધી ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં પેસેન્જરોને લક્ઝરી ટ્રેન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. રેલવે ટૂંક સમયમાં અન્ય રૂટો પર અમૃત ભારત ચલાવવાની તૈયારી કરી રહ્યું છે.
3- વંદે ભારત મેટ્રો પણ તૈયારઃ
વંદે ભારત મેટ્રો પણ લગભગ તૈયાર છે. તેની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રેલવે આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન નજીકના શહેરો વચ્ચે 100 થી 200 કિલોમીટરના અંતરે દોડશે.
4- વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ તૈયારઃ
ભારતીય રેલ્વે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ બનાવી રહી છે. તેનું નામ ચિનાબ બ્રિજ છે. બ્રિજનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે. આ બ્રિજ 2024ના વર્ષે જ કાર્યરત થઈ જશે. આ બ્રિજ પરથી પસાર થતી વખતે મુસાફરો વાદળો વચ્ચે ટ્રેનની મુસાફરીનો આનંદ માણી શકશે. આ પુલ 359 મીટરની ઉંચાઈએ ચિનાબ નદી પર બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પેરિસના એફિલ ટાવરથી પણ 35 મીટર ઊંચો છે.
5- પ્રથમ લાંબા અંતરની લક્ઝરી ટ્રેનની તૈયારી
રેલવેએ પ્રથમ લાંબા અંતરની લક્ઝરી ટ્રેન પણ તૈયાર કરી છે. આ ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોની મુસાફરીમાં સરળતા રહેશે. તેની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે.
