પ્રવાસીઓની ‘સુરક્ષા’ માટે પ્રશાસને લીધા અનેક મહત્વના નિર્ણયો, જાણો રેલવેનો માસ્ટર પ્લાન?
દિલ્હી સ્ટેશન પરના સ્ટેમ્પેડમાંથી લીધો બોધપાઠ

નવી દિલ્હીઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આજે ભારતના મહત્ત્વના રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણને લઈને એક ઉચ્ચ સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રેલવે પ્રશાસન દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને રેલવે પ્રશાસન દ્વારા કોઈ નાસભાગ થાય નહીં તેના માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે પૈકી ટિકિટ વિના પ્રવાસીની રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવેશ મળી શકશે નહીં. આ ઉપરાંત, સ્લીપર કોચમાં પણ વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.
Also read : IAS અધિકારીઓ પોતાને IPS-IFS અધિકારીઓથી ઉપરી માને છે; સુપ્રીમ કોર્ટને આવું કેમ કહેવું પડ્યું?
ગયા મહિના દરમિયાન દિલ્હી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની નાસભાગને કારણે 18 લોકોના મોત થયા હતા તેમ જ બે દિવસ પહેલા આ જ બનાવ મુદ્દે દિલ્હીના DRM (ડિવિઝનલ રેલવે મેનેજર)ની બદલી કર્યા પછી હવે રેલવેએ હોળીના તહેવાર પૂર્વે કોઈ સ્ટેશન પર નાસભાગ થયા નહિ તેની તકેદારીના ભાગરૂપે એક કરતાં અનેક મહત્વના નિર્ણયો લીધા છે.
- 60 સ્ટેશનો પર કાયમી ધોરણે વોટિંગ એરિયા તૈયાર કરવામાં આવશે.
● 2024ના તહેવારો દરમિયાન સ્ટેશનોની બહાર વોટિંગ એરિયા બનાવવામાં આવ્યા હતા, જેમ કે સૂરત, ઉધના, પટણા અને નવી દિલ્હીમાં ભારે ભીડને નિયંત્રિત કરી શકાઈ. યાત્રીઓને માત્ર ત્યારે જ પ્લેટફોર્મ પર જવાની પરવાનગી આપવામાં આવી જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ હોય.
● આ પ્રકારની વ્યવસ્થા પ્રયાગ ક્ષેત્રના નવ સ્ટેશનો પર મહાકુંભ દરમિયાન કરવામાં આવી હતી.
● આ અનુભવોના આધારે દેશભરના 60 એવા સ્ટેશનો પર permanent waiting areas બનાવવાનો નિર્ણય લીધો છે, જ્યા વખતોવખત ભારે ભીડ હોય છે.
● નવી દિલ્લી, આનંદવિહાર, વારાણસી, અયોધ્યા અને પટણા સ્ટેશનો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ
● આ વ્યવસ્થાથી અચાનક આવનારી ભીડને વોટિંગ એરિયામાં નિયંત્રિત કરી શકાશે અને યાત્રીઓને ફક્ત ટ્રેનના આવવા પર પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે, જેનાથી સ્ટેશન પર ભારે ભીડ ઓછી થશે. - Access control:
● આ 60 સ્ટેશનો પર સંપૂર્ણપણે પ્રવેશ નિયંત્રણ લાગુ કરવામાં આવશે.
● ફક્ત confirm reservation ટિકિટવાળા પ્રવાસીને પ્લેટફોર્મ સુધી જવાની પરવાનગી
● ટિકિટ વગરના યાત્રી અથવા વોટિંગ લિસ્ટ ટિકિટવાળા યાત્રી બાહ્ય waiting areaમાં રોકાશે.
● તમામ unauthorised entry points સીલ કરી દેવામાં આવશે. - પહોળા ફુટ-ઓવરબ્રિજ (FOB):
● 12 મીટર અને 6 મીટર પહોળાઈવાળા બે નવા સ્ટાન્ડર્ડ વી ફુટ-ઓવરબ્રિજ ડિઝાઈન કર્યાં છે.
● આ પહોળા FOB અને ramp કુંભ વખતે ભીડ વ્યવસ્થાપનમાં અત્યંત પ્રભાવશાળી સાબિત થયા.
● આ નવા પહોળા FOB ને તમામ સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવશે. - Cameras:
● મહાકુંભ દરમિયાન ભીડ નિયંત્રણમાં કેમેરાઓની અગત્યની ભૂમિકા હતી.
● તમામ સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં દેખરેખ માટે મોટી સંખ્યામાં કેમેરા લગાવવામાં આવશે. - War rooms:
● મોટા સ્ટેશનો પર war room બનાવવામા આવશે
● ભીડભાડની સ્થિતિમાં તમામ વિભાગોના અધિકારી war roomમાં કામ કરશે. - New generation communication equipment:
● અતિઆધુનિક ડિઝાઈનવાળા ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણ જેવા કે વૉકી-ટૉકી, announcement system અને caling system ભારે ભીડભાડવાળા સ્ટેશનો પર લગાવવામાં આવશે. - નવી ડિઝાઈનના ID card:
● તમામ સ્ટાફ અને સેવારત કર્મચારીઓને નવી designના ID card આપવામાં આવશે, જેનાથી ફક્ત અધિકૃત વ્યક્તિને જ સ્ટેશનમાં પ્રવેશની પરવાનગી મળશે. - Staff માટે નવી ડિઝાઈનનો યુનિફોર્મ:
● તમામ સ્ટાફને નવી ડિઝાઈનનો યુનિફોર્મ આપવામાં આવશે જેથી કરીને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તેમને સરળતાથી ઓળખી શકાય. - Upgradation of station director (સ્ટેશન નિદેશક) post:
● તમામ મુખ્ય સ્ટેશનો પર એક સિનિયર અધિકારીને સ્ટેશન નિદેશક બનાવવામાં આવશે.
● તમામ અન્ય વિભાગ Station Director ને રિપોર્ટ કરશે.
● Station Directorને નાણાંકીય અધિકાર આપવામાં આવશે, જેથી તેઓ સ્ટેશન સુધારણા માટે તાત્કાલિક નિર્ણય લઈ શકે. - ટિકિટના વેચાણની ક્ષમતા મુજબ:
● Station Directorને સ્ટેશનની ક્ષમતા અને ઉપલબ્ધ ટ્રેનો મુજબ ટિકિટ વેચાણને નિયંત્રિત કરવાનો અધિકાર આપવામાં આવશે.