પહેલી એપ્રિલથી Railway કરવા જઈ રહી છે Important Change, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આપણો દેશ ધીરે ધીરે ડિજીટલ ઈન્ડિયાની દિશામાં આગળ વધી રહ્યો છે અને આ જ દિશામાં આગળ વધતા વધતા Indian Railway દ્વારા આ અનેક મહત્વના ફેરફાર કરવામાં અવ્યા છે અને આ જ અનુસંધાનમાં આવતા મહિને એટલે કે પહેલી એપ્રિલથી રેલવે દ્વારા ફૂડથી લઈને ટિકિટ, ફાઈન અને પાર્કિંગ સુધી દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. એમાં પણ ખાસ વાત તો એ છે કે હવે રેલવે ક્યુઆર કોડ સ્કેન કરીને ટ્રેનમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ પાસેથી ફાઈન પણ વસૂલ કરવામાં આવશે.
જોકે, રેલવેના આ પગલાંને કારણે પ્રવાસીઓને પણ સુવિધા મળશે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય છે અને મુસાફરી દરમિયાન તેની પાસે રોકડા પૈસા નહીં હોય તો કે ઓનલાઈન પેમેન્ટ કરીને ફાઈન ફરી શકશે. આ માટે રેલવે દ્વારા ટિકિટ ચેકરને હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઈસ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અનેક સ્ટેશન પર તહેનાત ટિકિટ ચેકર્સ પાસે હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીનોપહોંચી ગયા છે અને જેમ બને એમ ટૂંક સમયમાં જ બાકીના સ્ટેશન અને સ્થળો પર પણ એના પર અમલબજાવણી શરૂ કરવામાં આવશે.
ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા આ પગલાથી વ્યવહારમાં પારદર્શક્તા આવશે અને ટિકિટ ચેકર્સ સામે કરવામાં આવતી સતામણી અને હેરાનગતિની ફરિયાદોને પણ ટાળી શકાશે. ડિજિટલ પેમેન્ટની સુવિધા સુનિશ્ચિત કરવા માટે રેલવે દ્વારા હવેથી તમામ ટિકિટ કાઉન્ટર પર પણ QR કોડ લગાવવામાં આવશે. આ સિવાય પાર્કિંગ અને ફૂડ કાઉન્ટર પર ક્યૂઆર કોડની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત મુસાફરો સ્ટેશન પર ભોજન, શૌચાલય અને પાર્કિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. પાર્સલનો દંડ પણ ઓનલાઈન વસૂલી શકાશે. રેલવેએ આ પગલાને પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે.