ટોપ ન્યૂઝનેશનલ

રેલવે અકસ્માતોની તપાસ થશે, પણ ષડયંત્રો હશે તો લાંબો સમય નહીં ચાલેઃ અમિત શાહનું મહત્ત્વનું નિવેદન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સત્તામાં આવેલી એનડીએ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થવા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રિપોર્ટ કાર્ડ બહાર પાડ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન એક કરતા અનેક વિષયો અંગે વાત કરતા કહ્યું હતું કે દેશમાં રેલવે અકસ્માતોનો મુદ્દો ગંભીર છે. જોકે, અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી રેલવે અકસ્માતોનો સવાલ છે, અમે તેની પાછળના કારણોની તપાસ કરીશું. આ અંગે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. જો કોઈ અકસ્માત થશે તો તેની પણ તપાસ કરીશું અને જો કોઈ ષડયંત્ર હશે તો તે પણ લાંબો સમય નહીં ચાલે.

અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેન્દ્રએ ૫૦,૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં મુખ્ય રસ્તાઓ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના વાઘવાન માં રૂ. ૭૬,૦૦૦ કરોડના ખર્ચે મેગા પોર્ટ બનાવવામાં આવશે. આ બંદરને વિશ્વના ટોચના ૧૦ બંદરોમાંનું એક બનાવવામાં આવશે.

સાયબર ગુનાઓને નાથવા માટે આગામી પાંચ વર્ષમાં ૫,૦૦૦ સાયબર કમાન્ડો તૈનાત કરવામાં આવશે, વડા પ્રધાન દ્વારા યુવાનો માટે જાહેર કરાયેલ રૂ. ૨ લાખ કરોડના પેકેજથી પાંચ વર્ષમાં ૪.૧૦ કરોડ યુવાનોને ફાયદો થશે. અમિત શાહે કહ્યું કે સરકારે પ્રથમ ૧૦૦ દિવસમાં ૧૫ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. છેલ્લા ૬૦ વર્ષમાં પ્રથમ વખત દેશ રાજકીય સ્થિરતા અને મજબૂત વિદેશનીતિનો સાક્ષી બની રહ્યો છે. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રથમ ૧૦ વર્ષમાં દેશના લોકોના કલ્યાણ, વિકાસ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાના પરિણામે ભાજપ અને તેના સાથી પક્ષો ત્રીજી વખત સત્તામાં આવવામાં સફળ રહ્યા છે.

સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂ. ૩ લાખ કરોડ ફાળવ્યા છે. તેમાં મુખ્ય ૨૫,૦૦૦ ગામડાઓને રોડ દ્વારા જોડવાની યોજના છે, જેના પર ૪૯,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ભાજપે દેશભરના મુખ્ય રસ્તાઓના વિકાસ, બંદર નિર્માણ, યુવાનો માટે પેકેજ, મેટ્રો, એરપોર્ટ, એર-મેટ્રો કનેક્ટિવિટી, મકાનોનું નિર્માણ, કિસાન સન્માન યોજના વગેરે અંગે વિગતવાર રિપોર્ટ કાર્ડ બહાર પાડ્યું છે.

અમિત શાહે સ્પષ્ટતા કરી કે કૃષિ ક્ષેત્રમાં, સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના ૧૭ મા હપ્તા તરીકે ૯.૫ કરોડ ખેડૂતોને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. પર્યટનને પ્રોત્સાહન આપવા વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ,પશ્ચિમ બંગાળમાં બાગડોગરા એરપોર્ટ,બિહારના બિહતા એરપોર્ટને આધુનિક બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે બેંગલુરુ મેટ્રો,પુણે મેટ્રો, થાણે ઈન્ટિગ્રેટેડ રિંગ મેટ્રો પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે અને જૂન ૨૦૨૪ થી ઓગસ્ટ ૨૦૨૪ સુધી ૨.૫ લાખ ઘરોમાં સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…