શાક માર્કેટમાં લટાર મારી રાહુલે જાણી મહિલાઓના મનની વાતઃ મોંઘવારી મામલે પ્રહાર…
નવી દિલ્હીઃ દેશનો દરેક વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. બીજા બધા મુદ્દાઓ વચ્ચે ઢંકાઈ જતો આ મુદ્દો કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો છે. મોંઘવારીનો માર મહિલાઓ વધારે સહન કરે છે કારણ કે તેમણે મર્યાદિત બજેટમાં ઘર ચલાવવાનું હોય છે. આ મહિલાઓ સાથે રાહુલે શાક માર્કેટમાં લટાર લગાવી હતી અને ત્યારબાદ તેમના ઘરે જઈ તેમની સાથે વાતો કરી હતી. આ મુલાકાત રાજકીય ચોક્કસ હતી, પરંતુ મોંઘવારીના મારથી લોકો કેટલી હદે ત્રસ્ત છે તે હકીકત બહાર આવી છે.
આ પણ વાંચો : Parliament ધક્કાકાંડમાં ઘાયલ ભાજપના બે સાંસદને હોસ્પિટલમાંથી રજા અપાઈ
Rahul Gandhiએ નવી દિલ્હીની ગિરી માર્કેટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે અમુક મહિલાઓ સાથે શાકભાજીના ભાવ જાણવાની કોશિશ કરી હતી. લસણના રૂ. 400 જાણી તેને પણ નવાઈ લાગી હતી. ત્યારબાદ તે એક નાનકડી રૂમ જેવડા ઘરમાં ગયો હતો જ્યાં તમામ ઉંમરની મહિલાઓ સાથે તેણે વાત કરી. દરેકે મોંઘવારી કઈ રીતે તેમને કનડી રહી છે તે પોતાની આપવીતી સંભળાવી.
સરકાર સામે કર્યા પ્રહાર
એક વૃદ્ધ મહિલાએ કહ્યું કે 20,000ની આવક છે, પરંતુ તેમાં રાશન, શાકભાજી, ટ્રાન્સપોર્ટેશન, ભાડામાં ખર્ચાઈ જાય છે, કંઈ વધતું નથી. તો અન્ય એક મહિલાએ કહ્યું કે હું મહિને 12,000 કમાઉ છું અને બે દીકરીઓની સંબાળ રાખું છું. રાશન સહિતના ખર્ચમાં બધા પૈસા વપરાઈ જાય છે અને મારી પાસે રીક્ષાભાડાના પૈસા પણ બચતા નથી, હું પગપાળા અવરજવર કરું છું. મહિલાઓએ એમ પણ કહ્યું હતું કે મોંઘવારીના મુદ્દે સરકાર કોઈ ધ્યાન આપતી નથી. અમારી મજબૂરી છે કારણ કે બે ટંક ખાધા વિના ચાલતું નથી.
આ પણ વાંચો : ‘આંબેડકર નિષ્ફળ ગયા…’ શંકરાચાર્યેએ અનામત અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જાણો શું કહ્યું
ત્યારબાદ રાહુલે પોતાના એક્સ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે લસણ એક સમયે ₹40 હતું, આજે ₹400 છે. વધતી મોંઘવારીએ સામાન્ય માણસનું બજેટ બગાડ્યું છે – સરકાર કુંભકરણની જેમ ઊંઘી રહી છે.