નેશનલ

રાહુલ ગાંધીની આગામી યાત્રાનું નામ બદલીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરવામાં આવ્યું

નવી દિલ્હી: આવનારી લોકસભાની ચૂંટણીનો વ્યૂહ ઘડી કાઢવા, બેઠકોની ફાળવણી કરવા તેમ જ ૧૪મી જાન્યુઆરીથી શરૂ થનારી રાહુલ ગાંધીની મણિપુરથી મહારાષ્ટ્રની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા કરવા ગુરુવારે દેશભરના કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પક્ષના મહામંત્રીઓ, રાજ્યના ઈન્ચાર્જ, પક્ષના રાજ્ય એકમના વડા અને કૉંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટી (સીએલપી)ના નેતાઓની આ બેઠકનું પક્ષના વડામથકે આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.
ડિસેમ્બરમાં પક્ષમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ ખડગેએ નવા નિમાયેલા પક્ષના અધિકારીઓની પ્રથમ જ વાર બેઠક બોલાવી હતી. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગહલોતે બેઠક અગાઉ કહ્યું હતું કે અન્ય પક્ષ સાથે બેઠકોની ફાળવણી અંગે ચર્ચા કરવા માટે કૉંગ્રેસની આંતરિક બાબતોની સમિતિની બે બેઠક બોલાવવામાં આવી હતી.
આ સમિતિ હવે પક્ષના પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધી સમક્ષ તેનો અહેવાલ રજૂ કરશે. ‘ઈન્ડિયા અલાયન્સ’ને મજબૂત કરવા અને અન્ય પક્ષ સાથે બેઠકોની ફાળવણી અંગે વ્યૂહ ઘડી કાઢવા અને ચર્ચા કરવા અમે ફરી મળીશું, એમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસ છેલ્લાં દસ વર્ષથી કેન્દ્રમાં સત્તાની બહાર છે અને હવે અમે ઈન્ડિયા બ્લૉક મારફતે સંયુક્ત રીતે ભાજપને સત્તાથી દૂર કરવા સજ્જ છીએ, એમ તેમણે કહ્યું હતું.
ભારત જોડો યાત્રાની બીજી આવૃત્તિ ભારત ન્યાય યાત્રાનું નામ બદલીને હવે ભારત જોડો ન્યાય યાત્રા કરવામાં આવ્યું છે. ૧૪ જાન્યુઆરીથી ૨૦ માર્ચ દરમિયાન યોજાશે. આ યાત્રા મણિપુરના ઈમ્ફાલથી મુંબઈ સુધીની હશે, એમ તેમણે કહ્યું હતું.
આ વર્ષના એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અગાઉ દેશના નાગરિકોને પક્ષ સાથે જોડવાનો આ યાત્રાનો મુખ્ય આશય છે, એમ તેમણે કહ્યું હતું. આ યાત્રા ૧૫ રાજ્યમાંછી પસાર થશે. ૧૧૦ જિલ્લાઓ, લોકસભાની ૧૦૦ બેઠકોને તેમાં આવરી લેવામાં આવશે તે જ કુલ ૬,૭૧૩ કિ.મી.નો પ્રવાસ બસ અને પગપાળા કરવામાં આવશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?