નેશનલ

સત્યપાલ મલિક પર એક્શન બાદ આવી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર મામલે સીબીઆઇએ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા હતા, જેને લઇને રાજકારણ ગરમાયું છે. આ મામલે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલે લખ્યું હતું કે, ‘ખેડૂતો એમએસપી માગે તો એમને ગોળી મારો – શું આ છે લોકશાહી? પૂર્વ રાજ્યપાલ સાચુ બોલે તો એમના ઘરે CBIને મોકલી આપો. શું આ છે લોકશાહી? મુખ્ય વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ સીલ કરી દો -શું આ છે લોકશાહી? ધારા 144, ઇન્ટરનેટ પર પ્રતિબંધ, કાંટાળી વાડ , ટીયર ગેસના શેલ – શું આ છે લોકશાહી? મીડિયા હોય કે સોશિયલ મીડિયા, સત્યનો દરેક અવાજ દબાવી દો. શું આ છે લોકશાહી? મોદીજી, જનતા જાણે છે કે તમે લોકતંત્રની હત્યા કરી છે અને જનતા તમને જવાબ આપશે.



સત્યપાલ મલિકે દરોડા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “મેં જે વ્યક્તિઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો વિશે ફરિયાદ કરી હતી તેમની તપાસ કરવાને બદલે મારા નિવાસસ્થાન પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેમને 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે. સરમુખત્યાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું એક ખેડૂતનો દીકરો છું, હું ન તો ડરીશ અને ન તો ઝૂકીશ – સત્યપાલ મલિક (પૂર્વ ગવર્નર)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button