નેશનલ

રાહુલ ગાંધીના ‘મેચ ફિક્સીંગ’ના નિવેદનથી ભાજપના નેતાઓ ભડક્યા, ચૂંટણી પંચને કરી આ ફરિયાદ

દિલ્હીના રામલીલા મેદાનમાં ગઈ કાલે રવિવારે ઈન્ડિયા એલાયન્સની જનસભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણી એક ફિક્સ્ડ મેચ જેવી છે, કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં પોતાની મનગમતી વ્યક્તિને બેસાડી દીધી છે. રાહુલના આ આરોપો સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) માં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહની આગેવાની હેઠળના ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને ગાંધી વિરુદ્ધ ‘સખત કાર્યવાહી’ કરવા વિનંતી કરી હતી. ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા બાદ મીડિયાને સંબોધતા પુરીએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને ‘અત્યંત વાંધાજનક’ ગણાવ્યું હતું.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલે લીધા આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ, દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટમાં EDનો મોટો દાવો……

“આ (ગાંધીની ટિપ્પણી) માત્ર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી, પરંતુ તેની ગંભીર અસરો થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં પોતાના લોકોને બેસાડી દીધા છે. તેમણે ઈવીએમની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જો ભાજપ ફરીથી જીતશે તો બંધારણમાં ફેરફાર કરીને રદ કરવામાં આવશે,” મંત્રીએ કહ્યું.

આ પણ વાંચો : મધ્યપ્રદેશની ભોજશાળામાં ASI નો સર્વે ચાલુ રહેશે: સુપ્રીમ કોર્ટ, જાણો શુ છે સમગ્ર મામલો?

ભગવા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સિંહે કહ્યું કે ECIને વાયનાડના સાંસદને ‘સેન્સર’ કરવા અંગે વિચારણા કરવા અપીલ કરી હતી. “તેઓ વારંવાર આવી ટિપ્પણીઓ કરે છે, અને તેથી, ચૂંટણી પંચે તેમને લોકસભાની ચૂંટણી દરમિયાન બોલતા અટકાવવાનું વિચારવું જોઈએ. કોંગ્રેસ નેતા આવી ટિપ્પણી કરવાનું બંધ કરશે નહીં,” તેઓ વારંવાર બંધારણીય સંસ્થાઓ અને પીએમ નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ ગેરબંધારણિય નિવેદનો આપી રહ્યા છે. આવા નિવેદનો તેઓ અનેક વખત આપી ચુક્યા છે, તેથી ચૂંટણી પંચે તેમના ભાષણો પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button