ગુજરાતમાં એકપણ બેઠક ન મળી તે આશ્ચર્ય! ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર | મુંબઈ સમાચાર

ગુજરાતમાં એકપણ બેઠક ન મળી તે આશ્ચર્ય! ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ ફરી એકવખત ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના ‘એન્યુઅલ લીગલ કોન્ક્લેવ’ને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણી પંચનું અસ્તિત્વ નહિ રહ્યું.

તેમણે કહ્યું કે હું તાજેતરની ઈલેકશન સીસ્ટમ પર વાત કરી રહ્યો છું. મને હંમેશાથી જ શંકા હતી કે કઈક તો ગરબડ છે જ, 2014થી જ. તેમણે કહ્યું કે મને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શંકા હતી, કારણ કે કોઈ એક પક્ષની ભારે જીતનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે.

આપણ વાંચો: રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’

ગુજરાતમાં એકપણ સીટ ન મળી તે આશ્ચર્યની વાત

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટીને ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં એકપણ સીટ નથી મળતી, તે મારા માટે આશ્ચર્યની વાત હતી. જો કે જયારે આપણે બોલીએ છીએ તો લોકો પુછે છે કે તમારી પાસે પુરાવા શું છે? પછી મહારાષ્ટ્રમાં કાઈંક થયું. લોકસભાની ચૂંટણી આપણે જીતી ગયા અને ત્યારબાદ ચાર મહિના બાદ આપણે ન માત્ર હાર્યા પરંતુ સંપૂર્ણરીતે ખતમ થઇ ગયા. ત્રણ મજબુત પાર્ટીઓ અચાનક જ ગાયબ થઇ ગઈ.

આપણ વાંચો: રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના કયા બે નેતાએ રાજીનામું આપતા મચી ગઈ ચકચાર, જાણો

મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો સામે આવ્યા

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે અમે ચૂંટણીની ગેરરીતિઓની ગંભીરતાથી તપાસ શરૂ કરી અને આ દરમિયાન સામે આવ્યું કે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની વચ્ચે એક કરોડ નવા મતદારો સામે આવ્યા અને તેમાંથી મોટાભાગના મત ભાજપને ગયા હતાં. તેમણે કહ્યું કે હવે હું કોઈપણ શંકા વિના કહી શકું છું કે અમારી પાસે પુરાવા છે. અમારી પાસે એવા પુરાવા છે કે જે દર્શાવે છે કે ચૂંટણી પંચ છે જ નહી.

ભારતમાં ચૂંટણી પંચ મૃતપાય

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, “અમે તેને સાબિત કરવા જઈ રહ્યા છીએ, અમારી પાસે હવે ડેટા છે. લોકસભા ચૂંટણીમાં ગેરરીતિ થઈ શકે છે અને ગેરરીતિ થઈ પણ હતી. ભારતમાં ચૂંટણી પંચ મૃતપાય છે. તેને સાબિત કરવા માટે અમારી પાસે દસ્તાવેજો છે. જો તેમને 15-20 બેઠકો ઓછી મળી હોત, તો તેઓ વડાપ્રધાન ન બન્યા હોત.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button