Foundation Day : દેશના આટલા રાજ્યોના આજે સ્થાપના દિવસ, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ લોકોને આપી શુભેચ્છા
નવી દિલ્હી : ભારત માટે આજનો ખૂબ જ ખાસ અને યાદગાર દિવસ છે. કારણ કે આજે એક સાથે 13 રાજ્યો
અને કેન્દ્રશાસિત પ્રદેશનો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ X પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને સંબંધિત રાજ્યોના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ લખ્યું કે રાજ્યના સ્થાપના દિવસ પર છત્તીસગઢના તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ. ભવ્ય લોક પરંપરા અને આદિવાસી સંસ્કૃતિના અદ્દભુત સંગમથી શોભતું આ રાજ્ય વિકાસના પંથે ઝડપથી આગળ વધે તેવી અમારી ઈચ્છા છે.
હરિયાણાનો ઉલ્લેખ કરતા પીએમએ લખ્યું કે, આપણું હરિયાણા, જે તેની સમૃદ્ધ ઐતિહાસિક વારસા માટે
જાણીતું છે. તેણે હંમેશા દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાજ્યના સ્થાપના દિવસ પર, રાજ્યની પ્રગતિમાં સામેલ મારા તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે, હું તેમને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પણ કામના કરું છું.
પીએમએ મધ્યપ્રદેશનો પણ ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે, મધ્યપ્રદેશના તમામ લોકોને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રાકૃતિક સંપદા અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ આ રાજ્ય દરેક ક્ષેત્રમાં વિકાસના નવા માપદંડોનું નિર્માણ કરતું રહે તેવી અમારી ઈચ્છા છે. પીએમ મોદીએ દક્ષિણના રાજ્યોને પણ સંદેશ આપ્યો. PMએ કેરળ પિરવી માટે શુભેચ્છાઓ લખી. કેરળ રાજ્ય તેના આકર્ષક લેન્ડસ્કેપ્સ, જીવંત પરંપરાઓ અને મહેનતુ લોકોથી જાણીતું છે.
Also read: જાણીતા અર્થશાસ્ત્રી, પીએમની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ Bibek Debroyનું થયું નિધન
કન્નડ રાજ્યોત્સવ ખાસ પ્રસંગ
તેમણે કહ્યું કે, કેરળના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. રાજ્યના લોકો
આવનારા સમયમાં પણ પ્રગતિ કરતા રહે. પીએમે આગળ લખ્યું કે કન્નડ રાજ્યોત્સવ એ ખૂબ જ ખાસ પ્રસંગ છે, જે કર્ણાટકની અનુકરણીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઓળખ છે. કર્ણાટકની જનતાને હંમેશા સુખ અને સફળતા મળે એવી પ્રાર્થના.
સ્થાપના દિવસ પર રાહુલ ગાંધીનું ટ્વીટ
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા,
કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, પુડુચેરી, તમિલનાડુ અને લક્ષદ્વીપના લોકોને આજે તેમના સ્થાપના દિવસ
પર અભિનંદન. આ જીવંત સંસ્કૃતિઓ, વૈવિધ્યસભર ભાષાઓ, સમૃદ્ધ ઈતિહાસ અને સ્થાયી પરંપરાઓ ભારતની શક્તિનું મૂળ છે.
રાહુલે ગાંધીએ આગળ લખ્યું કે ચાલો આપણે આ એકતાને ઉજવીએ અને તેની રક્ષા કરીએ. દરેક રાજ્યનું અનોખું યોગદાન આપણને એકજુથ રાખે છે