નેશનલ

જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના ચૂંટણી આભિયનની આજથી શરૂઆત, રાહુલ ગાંધી બે રેલીઓ સંબોધશે

Srinagar: વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિભાજન અને ત્યાર બાદ બે કેન્દ્રસશાસિત પ્રદેશોના પુર્નગઠન બાદ, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રસશાસિતમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir election) યોજવાની છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આંજે બુધવારે, 4 સપ્ટેમ્બરના રોજ રામબન અને અનંતનાગ જિલ્લામાં બે મેગા રેલીઓ સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના અભિયાનની શરૂઆત કરશે. અગામી 18 સપ્ટેમ્બરે ચૂંટણીના પ્રથમ તબક્કામાં માટે મતદાન થશે.

જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટી (JKPCC)ના અધ્યક્ષ તારિક હમીદ કારાના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી નવી દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર પહોંચશે, પહેલા તેઓ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ વિકાર રસૂલ વાની માટે પ્રચાર કરશે, જે બનિહાલ વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે.

આ પછી, રાહુલ ગાંધી અનંતનાગ જિલ્લાના ડૂરુ વિસ્તારમાં જશે, જ્યાં તેઓ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ પ્રધાન ગુલામ અહેમદ મીરના સમર્થનમાં બીજી રેલીને સંબોધિત કરશે, જેઓ ડૂરુ વિધાનસભા ક્ષેત્રની ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી સાંજે શ્રીનગરથી દિલ્હી પરત ફરશે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ(NC)એ ગઠબંધન કર્યું છે. બંને પક્ષો વચ્ચે થયેલી સીટ-વહેંચણી સમજુતી મુજબ, એનસી 51 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ 32 બેઠકો પર ચૂંટણી લડશે.

તારિક હમીદ કારાએ કહ્યું કે રાહુલ ગાંધી પ્રદેશમાં પાર્ટીના ચૂંટણી પ્રચારને નવી પ્રેરણા આપશે.

જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ પાર્ટીનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવા માટે રાહુલ ગાંધીની રેલીઓ મહત્વની રહેશે, ખાસ કરીને જમ્મુમાં, જ્યાં ભાજપ મજબુત દેખાઈ રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે જમ્મુની બંને બેઠકો જીતી હતી.

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટીના ચૂંટણી અભિયાનમાં જોડાશે.

90 સભ્યોની જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન યોજાશે. પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ