તમિલનાડુમાં મીઠાઇની દુકાને જઈને Rahul Gandhiએ ગાંધીએ ખરીદી મીઠાઇ, વીડિયો વાઇરલ
ચેન્નઈ: લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે રાતે રાહુલ ગાંધીએ તમિલનાડુના સિંગનલ્લુરમાં એક મીઠાઇની દુકાને પહોંચીને મીઠાઇ ખરીદી હતી. રાહુલ ગાંધીનો મીઠાઇ ખરીદવાનો અને ચાખવાનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે હવે જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: લોકસભાની આગામી ચૂંટણી બે વિચારધારાની લડાઈ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ અચાનકથી લીધેલી મીઠાઇની દુકાનની મુલાકાતથી દુકાનના માલિક પણ અચંબો પામ્યા હતા. મીઠાઇની દુકાનના માલિકે કહ્યું હતું કે રાહુલ ગાંધી મારી દુકાનમાં આવ્યા ત્યારે અમને આશ્ચર્ય થયો. રાહુલ ગાંધીને ગુલાબ જામુન ખૂબ જ ભાવે છે, તેમણે એક કિલો મીઠાઈ ખરીદી હતી અને બીજી મીઠાઈઓ પણ ટેસ્ટ કરી હતી. રાહુલ ગાંધી મારી દુકાનમાં આવ્યા એટલે હું ખુશ હતો અને સ્ટાફના લોકો પણ રાહુલ ગાંધીને જોઈને ખુશ થઈ ગયા હતા.
તમિલનાડુના સિંગનલ્લુરમાં મીઠાઇની દુકાન પર જવાનો વીડિયો રાહુલ ગાંધીએ તેમના ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તો ડિવાઇડર વટાવીને સામેની એક મીઠાઇની દુકાનમાં જાય છે. રાહુલ ગાંધી મીઠાઇની દુકાનના માલિક અને ત્યાંના સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન સ્ટાફની એક મહિલા તેમને પૂછે છે કે ‘સર તમે આ મીઠાઇ કોની માટે ખરીદી રહ્યા છો’?, તો રાહુલ ગાંધી કહે છે કે ‘મારા ભાઈ સ્ટાલિન માટે’ અને તેમણે મીઠાઈઓ પણ ચાખી હતી.
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 15 વર્ષમાં નથી કર્યું, તે ડબલ એન્જિનની સરકારે પાંચ વર્ષમાં કર્યું: સ્મૃતિ ઈરાની
આ વીડિયોને શેર કરીને રાહુલ ગાંધીએ કેપ્શન આપ્યું હતું કે તમિલનાડુમાં ઝુંબેશના માર્ગમાં મધુરતાનો સ્પર્શ ઉમેરવા- મારા ભાઈ થિરુ સ્ટાલિન માટે મૈસુર પાક ખરીદ્યો!. એટલે રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક મીઠાઇની દુકાનમાં પહોંચીને તેમના મિત્ર અને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન માટે મૈસુર પાક ખરીદ્યો હતો. આ દુકાનમાં રાહુલ ગાંધી 25-30 મિનિટ સુધી રહ્યા હતા. તેમ જ દુકાનના માલિકે રાહુલ ગાંધીને પૈસા આપવાની ના પાડી હતી તેમ છતાં રાહુલ ગાંધીએ આ મીઠાઇના પૂરા પૈસા આપ્યા હતા, એવું દુકાનના એક સ્ટાફે કહ્યું હતું.